• Gujarati News
  • આંગડિયા લૂંટમાં અમદાવાદની મહિલા ઝડપાઇ

આંગડિયા લૂંટમાં અમદાવાદની મહિલા ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનીરૂ.45 લાખની આંગડિયા લૂંટ કેસમાં પોલીસે લૂંટની રકમ ઘરમાં છુપાવનાર આરોપી ભરતજી ઠાકોરની અમદાવાદ ખાતે રહેતી ધર્મની બહેનની ધરપકડ કરી પૂછપરછનો દોર લંબાવ્યો છે. નોધનીય છે કે, ગુનામાં પોલીસ અગાઉ પાંચ શખ્સોની ધરપકડ કરી ચૂકી છે.

મહેસાણા હાઇવે પર મોઢેરા ચોકડી પીકઅપ સ્ટેન્ડ પર ગત 25મી સપ્ટેમ્બરે ધોળેદહાડે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી રૂ.45 લાખની લૂંટના કેસમાં માસ્ટર માઇન્ડ બેચરજી ઠાકોર સહિત 5 શખ્સોની ધરપકડ કરી હતી. કેસમાં ઝડપાયેલ કુખ્યાત ભરતજી ઠાકોરે લૂંટની મોટાભાગની રકમ અમદાવાદ સ્થિત કૃષ્ણધામ વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતી નાઝનીનબાનું ઉર્ફે સોનલ મહમંદહુસેન પઠાણના ઘરમાં છુપાવી હોવાની માહિતી મળતાં પોલીસે તેની ધરપકડ કરી મહેસાણા લઇ આવી હતી. દરમિયાન પોલીસે તેના મકાનમાંથી રૂ.10 લાખ કબજે કરી પૂછપરછ હાથ ધરી છે.