• Gujarati News
  • અમીરગઢ અને છાપી નજીક લૂંટ તેમજ સિદ્ધપુર પાસે મહારાષ્ટિ્રયન યાત્રિકોનો સામાન ચોર્યાની કબૂલાત

અમીરગઢ અને છાપી નજીક લૂંટ તેમજ સિદ્ધપુર પાસે મહારાષ્ટિ્રયન યાત્રિકોનો સામાન ચોર્યાની કબૂલાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા પોલીસની ટીમે ધારેવાડા નજીકથી ગણવાડાના ત્રણ ડફેરોને દબોરયા, બે ફરાર
પાલનપુર-અમદાવાદ હાઇવે તેમજ આબુ હાઇવે ઉપર રાત્રિના સમયે વાહનચાલકોને માર મારી લૂંટ ચલાવતી ડફેર ટોળકીને મંગળવારે રાત્રે બનાસકાંઠા એલસીબી અને એસઓજીની ટીમે ઝડપી લીધી હતી. જેમણે તાજેતરમાં મહારાષ્ટ્રથી સિદ્ધપુર યાત્રાએ આવેલા યાત્રિકો, ઉપરાંત અમીરગઢ અને છાપી નજીક અગાઉ લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેય લુટારુઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
હાઇવે ઉપર વાહનચાલકોને રોકી તિ ણ હથિયારોથી હુમલો કરી લૂંટ કરતી ડફેર ટોળકી પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર છાપી નજીક ધારેવાડાથી નીકળવાની છે તેવી બાતમીના આધારે એલસીબી પીઆઇ એ.એચ. ચૌધરીએ પીએસઆઇ પી.એચ. નાયી, એસઓજી ઇ.ચા. પીઆઇ એમ.ડી. ચંપાવત સહિત સ્ટાફે મંગળવારે રાત્રે ૧૦-૩૦ વાગ્યે ધારેવાડા ફાટક પાસે વોચ ગોઠવી હતી. જયાં બાઇકની હેડલાઇટ બંધ રાખી આવી રહેલા ત્રણ શખ્સોને આંતર્યા હતા. જોકે તેઓ પરત ફરવાની ઉતાવળમાં ચોકડીમાં પટકાયા હતા. જેમને પોલીસે ઝડપી લીધા હતા. આ સમયે પાછળ બાઇક લઇને આવતાં તેમના સાગરિતો નાસી છૂટયા હતા.
ગીલોલથી પથ્થર મારી વાહન રોકાવવાની મોડસ ઓપરેન્ડી
ડફેર ટોળકી વાહનો ઉપર ગીલોલથી પથ્થર મારતી હતી. આથી વાહન ચાલક ઉભો રહેતો ત્યારે છરા જેવા તિ ણ હથિયારથી ઇજા કરી રોકડ તેમજ દાગીનાની લૂંટ કરી નાસી જતા હતા. દરેક લૂંટની ઘટનાને આવી જ મોડસ ઓપરેન્ડીથી અંજામ આપતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નાસી છૂટેલા લુટારુઓ
૧. હનીફ રહીમ ઉર્ફે રહેમતુલ્લા સિંધી (ડફેર)
૨. મીરખાન દલુ સિંધી (ડફેર) (બંને રહે. ગણવાડા)
બનાસકાંઠા, સિદ્ધપુર-પાટણના છ ગુના કબૂલ્યા
ઝડપાયેલી ટોળકીએ અમીરગઢ પાસે ઇનોવા ગાડીમાં લૂંટ, છાપી પાસે ટ્રકચાલકની લૂંટ તેમજ સિદ્ધપુરના પ્રવાસે આવેલા મહારાષ્ટ્રીયનોના નાણાં ,દાગીનાની ચોરી, પાટણના બે મળી કુલ છ ગુના કબૂલ્યા હતા.
છરા, ગિલોલ સહિતનો સામાન કબજે લેવાયો
ટોળકી પાસેથી બે છરા, બે ગીલોલ, ગીલોલના પથ્થર નંગ-૨૧, ડીસમીસ, વાહનોના ડ્રોઅર તોડવાનો આંકડો તથા બે મોબાઇલ કબજે લેવાયા હતા.
પાટણ, બનાસકાંઠા સહિત ઉ.ગુ.માં હાઇવે પર વાહનચાલકોને માર મારી લૂંટ ચલાવતી ડફેર ટોળકીને પાલનપુર પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી ગિલોલ, છરા, મોબાઇલ સહિતના સાધનો કબજે લીધા હતા. -ભાસ્કર
ઝડપાયેલા લુટારુઓ
૧. શરીફ નાગોદર સિંધી (ડફેર)
૨. લ