• Gujarati News
  • ONGC વેલ પરથી ~1,38 લાખના વાલની ચોરી

ONGC વેલ પરથી ~1,38 લાખના વાલની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનાલીગામની સીમમાં ઓએનજીસીના 99 નંબરના વેલ પરથી ચોર ટોળકી રૂ 1,38 લાખની કિંમતના ટેન્કોના 12 વાલો ચોરી જવાના બનાવે ઓએએનજીસી સત્તાવાળાઓને ચોંકાવી દીધા છે.આ અંગે નંદાસણ પોલીસ મથકમા ગુનો નોધાતા તપાસ હાથધરાઇ છે.

કડી તાલુકાના ધનાલી ગામની સીમમાં આવેલા ઓએનજીસીના 99 નંબરના વેલ પર સમારકામ કરવા સારૂ ટેન્કો મુંકવામા આવી હતી.જેમા વેલ માંથી કાઢેલ ઓઇલના સગ્રહ માટે મુંકાયેલ ટેન્કરમા લાગેલ વાલને તસ્કરોએ નિશાન બનાવેલ.જેમાં અજાણ્યા શખ્શોએ અહી ટેન્કના રૂ 1,38,600ની મત્તાના 12 વાલની ચોરી કરીને નાસી ગયા હતા.ઉપરોકત બનાવની જાણ થતા ચોંકી ગયેલા ઓએનજીસીના શીવકુમાર વેદપ્રસાદ અગ્રવાલે ચોરીનો ગુનો નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.