કડીમાંં 316 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીવિધાનસભા મતદાન મથકો પર ફરજ બજાવનાર 316 કર્મચારીઓએ ગુરૂવારે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.શુક્રવારે મહિલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

કડી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈ 1355 જેટલા કર્મચારીઓ ચૂંટણી કામગીરીમા રોકાયેલ છે.જે કર્મચારીઓ વિધાનસભા ચૂંટણીમા મતદાન થી વંચીત રહી જાય તે માટે ગુરૂવારે શહેરના ગાંધીચોક સ્થિત કન્યા શાળા ખાતે 316 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.સાથે સાથે તાલીમનુ પણ આયોજન કરાયું હતું.શુક્રવારે મહિલા કર્મચારી સહિતના પોસ્ટલ બેલેટથી વોટીંગ કરશે તેમ નાયબ મામલતદાર પી.ડી.સોલંકીએ જણાવ્યું હતું.તેમજ શનિવારે બીએલઓ,પોલિસ,સીઆરપીએફ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

અન્ય સમાચારો પણ છે...