• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીમાં માવઠાથી જીનીંગ ઈન્ડસ્ટ્રીઝ તેમજ કપાસ, લીંબુડી સહિતના પાકને નુકસાન

કડીમાં માવઠાથી જીનીંગ ઈન્ડસ્ટ્રીઝ તેમજ કપાસ, લીંબુડી સહિતના પાકને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંઓખી વાવાઝોડાની અસરને પગલે કડીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે મંગળવારે કમોસમી વરસાદ થતા ઠંડીનુ જોર વધી ગયુ છે. હાલમાં ધમધમી રહેલ જીનીંગ ઈન્ડસ્ટ્રીઝને વરસાદની અસર થયેલ તેમજ ખેડૂતોના કપાસ,લીંબુડી, સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે.

કડીમાં ઓખી વાવાઝોડાને કારણે સોમવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.મંગળવારે વરસાદી માહોલ વચ્ચે સવારથી કમોસમી રીમઝીમ વરસાદે શહેરને ઠુઠવી નાખ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોના કપાસ, જીરૂ, લીંબુડી સહિતના ઉભા પાકોને નુકશાન થયુ હતુ. જ્યારે હાલમાં કડી પંથકમાં ધમધમી રહેલ જીનીંગ ઈન્ડસ્ટ્રીઝમાં વરસાદથી દોડધામ થઈ ગઇ હતી. ખુલ્લામાં પડેલ કપાસ અને રૂની ગાંસડીઓ પલડી જતા ઉદ્યોગોને નુકશાનની ભીતી સેવાઈ રહી છે. સવારથી શહેરીજનો વરસાદ અને ઠંડીમાં ઠુઠવાતા કામે જતા દોડધામ કરી રહી હતી તેમજ કેટલાક ઘરોમાં પૂરાઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...