કડીમાં કેનરા બેંકનું ATM કટરથી કાપીને રૂ. 5.84 લાખની તસ્કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનીકેનરા બેંકના એટીએમને તસ્કરોએ નિશાન બનાવી કટરથી કાપી અંદરથી રૂ.5.84 લાખ ચોરી કરી લઈ જતાં ચકચાર મચી ગઈ છે.બેંકમા વાગ્યા પછી સીસીટીવી કેમરા પણ બંધ રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

કડીના છત્રાલ રોડ સ્થિત જીઈબી કચેરીની બાજુમાં કેનરા બેંક આવેલી છે. બેંકનુ એટીએમ પણ છે. સોમવારે રાબેતા મુજબ બેંક કર્મચારીઓ બેંક બંધ કરીને સાંજે ઘરે ગયા હતા. મધરાત્રિ દરમિયાન કોઈ શખસોએ બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. એટીએમને કટરથી તોડી અંદર પડેલા રૂ.584400 ચોર ચોરી કરી લઈ ગયા હોવાનુ મંગળવારે સવારે બેંકના મેનેજરને જાણ થયઈ હતી.જે મામલે એટીએમ મોનીટરીંગ કરનાર કંપનીને જાણ કરતા કંપનીના મેનેજર મિનેષભાઈ મહેતાએ કડી પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ મિનેષભાઈના નિવેદન આધારે ચોરો સામે મંગળવારે મોડી રાતે ગુનો નોંધાવતા પી.આઈ ડી.એસ.પુનડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...