તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીમા ભાજપના ધોરણ-3 પાસ સામે કોંગ્રેસના બી.એ.ઉમેદવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીવિધાનસભા બેઠક પર કોંગ્રેસે રમેશભાઈ ચાવડાને ફરી ટિકિટ આપતાં સોમવારે સમર્થકોની હાજરીમાં પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.

કડીના વતની પીઢ કાર્યકર રમેશભાઈ ચાવડાનો ગત ટર્મમાં ભાજપના હિતુ કનોડીયા સામે 1300 મતે વિજય થયો હતો. તેમને વખતે પક્ષે ફરી રિપીટ કર્યા છે. 66 વર્ષના રમેશભાઈએ બીએ સુધી ભણેલા છે. વ્યવસાયે વેપારી છે, તેમની પાસે 66 લાખની સ્થાવર અને 50 લાખની જંગમ મિલકતો છે. ઈનોવા ગાડી સાથે બે કાર અને એક બાઇક ધરાવે છે. હાલમાં તેમની પાસે 75 હજાર હાથ પરની રોકડ સાથે આઠ તોલા સોનાના દાગીના છે, તેમની પત્ની પાસે 19 તોલા દાગીના છે. તેમની વાર્ષિક આવક 8 લાખ હોવાનું સોગંધનામામાં જણાવ્યું છે. સોમવારે બપોરે શહેરના થોળ રોડ સ્થિત પાલિકા મેદાનમાં જાહેર સભા બાદ તેમણે પ્રાંત કચેરીએ ફોર્મ ભર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...