તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • નાણાંની લેવડ દેવડમાં જમીન દલાલનું અપહરણ કરી મેઘાલિયાસણ પાસે ફેંકી દીધો

નાણાંની લેવડ-દેવડમાં જમીન દલાલનું અપહરણ કરી મેઘાલિયાસણ પાસે ફેંકી દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના શિવાલા સર્કલ નજીક કાર આંતરી ઉઠાવી લીધો , 8 સામે ફરિયાદ

અમદાવાદથીકાર લઇને દર્શને જઇ રહેલા જમીન દલાલનું મહેસાણા નજીક શિવાલા સર્કલ પાસે તેના ભાગીદારો અન્ય કારમાં અપહરણ કરી ગયા હતા. મેઘાલિયાસણ નજીક માર મારી બંને પગ-હાથે ફ્રેકચર કરી ફેંકી દેવાયેલા અમદાવાદના યુવાને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાગીદારો સહિત 8 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

મૂળ પાટણના રણુંજના અને અમદાવાદમાં રહેતા સુરેશભાઇ ઇશ્વરભાઇ રબારી અમદાવાદમાં રહેતા અને મૂળ લાખવડના વિપુલ સહિત 4 વ્યક્તિઓ સાથે ભાગીદારીમા જમીન દલાલીનો ધંધો કરતા હતા. જોકે, દિવાળી સમયે સુરેશભાઇએ કરેલા જમીનના સોદામાં રૂ.50 લાખ આવ્યા હોવાનું માનતા વિપુલ સહિતના ભાગીદારોએ રૂ.5-5 લાખની માંગણી કરી હતી. રવિવારે સાંજે 6 વાગે તેઓ પોતાની કારમાં રણુંજ ગામે દર્શનાર્થે નીકળ્યા હતા.

ત્યારે અમદાવાદ-મહેસાણા હાઇવે બાયપાસ પર શિવાલા સર્કલ નજીક અગાઉથી હાજર વિપુલ લાખવડ, વિપુલ બ્રાહ્મણવાડા સહિતે તેને અટકાવી કારમાંથી ખેંચી કાઢી પોતાની કારમાં અપહરણ કરી ગયા હતા. લાખવડ- મેઘાલિયાસણ રોડ વચ્ચે સુરેશભાઇને કારમાંથી નીચે ઉતારી બીજી ગાડીઓમાં બોલાવેલા માણસો પાસે લાકડીથી માર મરાવી ફેંકી ગયા હતા.

હાથ-પગમાં ફ્રેકચર થયેલી હાલતમાં સારવાર માટે મહેસાણા લવાયેલા સુરેશભાઇની હાલત ગંભીર જણાતાં તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. ઘટના અંગે સુરેશભાઇ રબારીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વિપુલ લાખવડ, વિપુલ બ્રાહ્મણવાડા, અભો ઉર્ફે અનુજ બ્રાહ્મણવાડા, નવઘણ કોળાદ રબારી તમામ ઘાટલોડિયા અને અન્ય 4 અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પીઆઇ એ.બી. ગોહિલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...