તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપાવાડામાં લગ્ન પ્રસંગમાં આવેલા યુવાન પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુમલો કરનારા 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

સાપાવાડાગામે લગ્ન પ્રસંગમાં આવવાના મુદ્દે યુવાન પર જીવલેણ હથિયારો વડે હુમલો કરનારા 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હુમલામાં દરમિયાનગીરી કરનારને પણ મારપીટ કરાઇ હતી.

બહુચરાજીના સાપાવાડા ગામનો જગદીશજી દશરથજી ઠાકોર અને તેનો મિત્ર અરજણજી રવિવારે બપોરે 12 વાગ્યે ગામના ધનજીભાઇ કાન્તીલાલને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી રામદેવપીર મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યાંજ ગામના શેખોપીરદાન ગઢવીએ તેમને અટકાવ્યા હતા અને અજાજીને તું કેમ ગામમાં આવ્યો છે તેમ કહી ડિસમિસથી હુમલો કર્યો હતો. અજાજીએ ગામમાં રહેતા અન્ય 3 મિત્રોને ઘટનાની જાણ કરી તેમની સાથે રૂપેણ નદીના પુલ પર ઉભો હતો, તે સમયે અહીં બાઇકો લઇને આવી પહોંચેલા શખસોએ તલવાર, લાકડી, ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં જગદીશજી ઠાકોર સહિતને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા. અંગે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં વિજયદાન ભોજુદાન ગઢવી, તખતદાન મોડદાન ગઢવી, નરહરિદાન કેશુદાન ગઢવી, જીતુ કેશરદાન ગઢવી, કેશુદાન મોડદાન ગઢવી, હેમુદાન ઇશ્વરદાન ગઢવી સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...