તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છરી મારનાર વિદ્યાર્થીની મદદમાં અન્ય બે વિદ્યાર્થી પણ હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છરી મારનાર વિદ્યાર્થીની મદદમાં અન્ય બે વિદ્યાર્થી પણ હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુની સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી

સ્કૂલમાં ધોરણ-10મા અભ્યાસ કરતો દેસાઇ વાસમાં રહેતો વૈદિક વિનોદભાઈ દેસાઈ બુધવારે રિશેષમાં તેની સાથે અભ્યાસ કરતા મિત્ર હામિદ બહેલીમને મળવા તેના ક્લાસરૂમમાં ગયો હતો. અહીં ક્લાસમાં પ્રવેશતા સામે મળેલા મુનાફ બેહલીમના ખભાને અથડાતા તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તેને અપશબ્દો બોલાતાં મુનાફને અટકાવતાં મામલો ઉગ્ર બન્યો હતો.

સ્કૂલ છૂટ્યા બાદ વૈદિક શાળાની બહાર પહોંચ્યો હતો. ત્યાં જમાલ બહેલીમે તેને પાછળથી પકડી બોલાચાલી કરી હત. જેમાં અહીં હાજર મુનાફ બેહલીમ અને અન્ય એક કિશોરે પોતાના હાથમાં રહેલી છરી વડે વૈદિક ઉપર હુમલો કર્યો હતો અને મોઢા ઉપર મુક્કા માર્યા હતા. છરીના હુમલાથી બચવાના પ્રયાસમાં વૈદિકના કાપળના ઉપરના ભાગે ઇજા થઇ હતી. ઘટના સમયે હાજર સ્કૂલના વિદ્યાર્થી વેદાંત ભાવસારે દરમિયાનગીરી કરી તેને વધુ મારથી બચાવી અન્યોની મદદ લીધી હતી. લોકો ભેગા થતાં સારવાર માટે ખસેડાયેલ વૈદિક દેસાઈએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં મુનાફ બેહલીમ, જમાલ બહેલીમ અને અન્ય એક યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા પી.આઈ. એમ એન કરશે હર્ષ તપાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થી દફતરમાં છરી લઈ આવ્યો હતો

શાળામાંઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે વૈદિક અને મુનાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બનાવ સ્કૂલ છૂટ્યા પછી બન્યો હતો. માટે મુનાફ તેના દફતરમાં હુમલાના આશયથી છરી છુપાવીને રાખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પીઆઇએ કહ્યું કે, ધોરણ10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના પોલીસમાં નોંધાઇ છે. સ્કૂલમાં લગાવેલા સીસી કેમેરાના ફૂટેજની ચકાસણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. હુમલો કરનાર વિદ્યાર્થી છરી સાથે લાવ્યો હતો કે કેમ તેની તપાસ ચાલુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો