તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિફોર્મ માટે આકરાં પગલાં ઉઠાવવા પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંઆર્થિક ગતિવિધિઓની વૃદ્ધિ માટે સરકારે સુધારાઓને લાગુ કરવા માટે અને પ્રોજેક્ટોને આગળ ‌વધારવા માટે ખૂબ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કામ કોઇ જાદૂઇ લાકડીથી નહીં થાય તેમાં ઘણા બધા પક્ષ જોડાયેલા છે.

ઘણા પ્રોજેક્ટો અટકેલા પડ્યા છે જેમના સમાધાનની જરૂર છે. તેના માટે ઘણાં નાણાંની જરૂર છે. તે માટે ધીમે-ધીમે અને નક્કી રીતે કામ કરવાની જરૂર રહેશે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયને વિચાર શનિવારે એક ઇન્ટરવ્યુમાં વ્યક્ત કર્યા હતા. 8થી 10 ટકાનો વિકાસદર મેળવવા માટે સરકારે શું કરવું જોઇએω આર્થિક સર્વેક્ષણના એક દિવસ બાદ તેઓ સવાલનો જવાબ આપી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે અાપણે વ્યવહારુ અભિગમ અપનાવીને આગામી નાણાવર્ષમાં 7 થી 7.75 ટકા વિકાસદરનું અનુમાન વ્યક્ત કર્યુ છે. પણ 2008ના સબ-પ્રાઇમ ક્રાઇસિસ જેવા વધારે મોટા સંકટના સંજોગો સર્જાશે તો આર્થિક વિકાસની ગતિવિધિઓની ઝડપ ઘટી શકે છે. તેમણે કહ્યું હતું કે આપણે કેટલીક બાબતોને રેખાંકિત કરી શકીએ છીએ જે કરી શકાય તેમ હતી, પણ કરવામાં નહતી આવી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને રણનીતિક વિનિવેશ આવી વસ્તુઓ છે જેમને આપણે નિશ્ચિત રીતે કરવાની જરૂર છે. કંપની જગત અને બેન્કોની નાણાકીય સ્થિતિ સંબંધિત પડકારો ખરેખર મહત્વપૂર્ણ છે. જેમનું સમાધાન થવું જોઇએ. આજે પ્રસિદ્ધ થનારા બજેટ પહેલાં સુબ્રમણિયને કહેલી વાતો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

} પણ કહ્યું

{સરકાર દેવાળિયા કાયદો લાવીને ઘરેલુ ઉદ્યોગોની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

{ ખાનગી મૂડીરોકાણમાં ઝડપ નથી આવી. ગ્રોથ માટે સરકારી રોકાણને મદદ કરવી પડશે.

{ બેન્કોને પૂરતા પ્રમાણમાં મૂડી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

{ લોખંડના ક્ષેત્રને સંકટમાંથી બહાર કાઢવા માટે પહેલ થઇ રહી છે.

{ ‘ઉદય’ યોજના વીજળી ક્ષેત્રે સુધારા માટે છે.

સુબ્રમણિયને કહ્યું હતું કે વર્ષે વિશ્વ અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે. દુનિયામાં જે કાંઇ પણ થઇ રહ્યું છે તેનાથી આપણી સંભાવનાઓ પ્રભાવિત થઇ રહી છે પણ હાલ દુનિયામાં એકલ-દોકલ દેશો એવા છે જેમને ભારત એક માત્ર આશાનું કિરણ દેખાય છે.

{મહેસૂલી ખાધ પર સરકારનું વલણ સંતુલિત રહેશે

અરવિંદસુબ્રમણિયને કહ્યું હતું કે,ઝડપી ગ્રોથ માટે આગામી બજેટમાં મહેસૂલી ખાધમાં વૃદ્ધિની દૃષ્ટિએ સરકારનું વલણ સંતુલિત રહી શકે છે. બંને પાસાઓ માટે સારા તર્ક છે અને તેથી ખૂબ મુશ્કેલ નિર્ણય છે.

દુનિયામાં ભારત આશાનું કિરણ

મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે ખૂબ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

અન્ય સમાચારો પણ છે...