તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • આર્થિક વિકાસના અંદાજો: બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી!

આર્થિક વિકાસના અંદાજો: બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્થિક વૃદ્ધિદર 7-7.5 ટકા વચ્ચે જળવાઇ રહેશે પરંતુ વધુ આર્થિક સુધારાની આગેકૂચ વચ્ચે સબસિડી અને રાજકોષિય ખાધને કન્ટ્રોલમાં રાખવા સરકારે ટાઇટ રહેવું પડશે. ગત વર્ષે પણ સરકારે 8.1-8.5 ટકાનો વૃદ્ધિદર અંદાજ મૂક્યો હતો. તેની સામે વૃદ્ધિદર 7.6 ટકા આસપાસ રમી રહ્યો છે. જે દર્શાવે છે કે, અંદાજ અને વાસ્તવિકતા વચ્ચે ખાસ્સું અંતર રહી શકે છે. રાજકોષિય ખાધ જીડીપીના 3.5 ટકાનો ટાર્ગેટ રખાયો છે. પરંતુ તે પણ જીએસટીના અમલ અને અન્ય પડકારો અને બાહ્ય વિપરીત પરીબળોને ધ્યાને લેતાં અશક્ય જણાય છે. એક તરફ ખુદ સરકાર કબૂલે છે કે, પરિસ્થિતિ પડકારજનક થતી જાય છે અને બીજી તરફ સરકારજ વૃદ્ધિદર ઊંચો રહેવાના અંદાજો મૂકી રહી છે. ફુગાવાના મુદ્દે પણ સાતમા પગારપંચનો અમલ મહત્વની ભૂમિકા ભજવશે. ક્રૂડની ઇન્ટરનેશનલ કિંમત સતત ઘટી રહી છે. સોનામાં ફરી ઇન્ટરનેશનલ તેજી માથું ઊંચકી રહી છે અને સામે ડોલર સામે રૂપિયો પણ એટલી તેજીથી તૂટી રહ્યો છે. પરીણામે આયાત બિલ ઘટવાના બદલે વધવાની દહેશત સેવાઇ રહી છે.

દેશમાં કરદાતાઓની સંખ્યા કુલ વસ્તીની 5 ટકા નહિં પણ 20 ટકા તો હોવી જોઇએ. તે માટે સરકારો યોગ્ય અસરકારક નીતિ ઘડવી રહી. નહિં તો પંચ કી લકડી એકકા બોજ જેવો ઘાટ રહેશે. કરદાતાઓની સંખ્યા વધશે તો સોશિયલ સિક્યોરિટી માટે પણ કંઇક કરી શકાશે. સરકારી બેન્કોને 2018-19 સુધીમાં વધુ રૂ. 1.8 લાખ કરોડની જરૂર પડશે તે માટે સરકારે પોતાની ‘‘આર્થિક બિનપોષણક્ષમ કંપનીઓની એસેટ્સ’’ વેચવાના વારો આવશે!

નગારે, તગારે અને પગારે…. ઉક્તિ અનુસાર સાતમા પગાર પંચના અમલથી સરકારી અને ખાનગી કર્મચારીઓના વેતનની વિસંગતતા વધતી જશે. એટલુંજ નહિં તે મોંઘવારી વધારવામાં પણ જવાબદાર બની રહેશે. 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શનર્સની સંખ્યા વિશે વધુ ના લખાય…! ચીન સહિતના દેશો નિકાસ વધારવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભારતની નિકાસો સતત ઘટી રહી છે. ખાસ કરીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આયાત ભારણ વધી રહ્યું છે. પરીબળ કન્ટ્રોલમાં નહિં આવે તો ભારતની કેડ પાતળી થતાં વાર નહિં લાગે. સાથે સાથે ફોરેક્સ રિઝર્વ માટે વલખાં મારવા પડશે તે નફામાં નિકાસ મોરચે ડિસેમ્બર-14થી ભારતની પીછેહઠ છતાં આર્થિક સર્વે કહે છે કે, આગામી વર્ષથી નિકાસો વધશે! છેલ્લા સળંગ 14 માસથી નિકાસો ઘટી જાન્યુઆરીમાં પણ 13.6 ટકા ઘટી 21 અબજ ડોલરે રહી છે તેની સામે આયાત વધી રહી છે. એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન વ્યાપાર ખાધ 106.8 અબજ ડોલરે પહોંચી છે. જે વધશે તો માઠા પરીણામો માટે સજ્જ રહેવું પડશે.

સોમવારે રજૂ થનારા સમાન્ય અંદાજપત્રમાં સામાન્ય કરદાતાઓને વેરા રાહતમાં, ખેડૂતોનો સબસિડીમાં, કોર્પોરેટ સેક્ટરને રાહતો-લહાણીઓમાં, પોલિટિશિયન્સને પબ્લિસિટીમાં અને નિષ્ણાતોને ઓડિયન્સ મુજબની ટિપ્પણીઓ કરવામાં રસ રહેશે. પરંતુ બહુ ઓછા લોકોને દેશની અાર્થિક સ્થિતિ અને ભાવિમાં રસ પડશે. આવો રસ ધરાવનારા 10 ટકાથી પણ ઓછા હશે કે જેઓ આર્થિક જગત ઉપર રાજ કરતાં હોય છે. જેમાં તમે પણ ધારો તો જોડાઇ શકો છો. સવાલ માત્ર અંદાજપત્રની દરખાસ્તો અને તેમાંથી ઉદ્ભવતી તકોને સમજવાનો હોય છે....!!

(લેખક: આર્થિક બાબતોના નિષ્ણાત અને કોર્પોરેટ સલાહકાર છે)

ભારતીય શેરબજારોની સ્થિતિ વૈશ્વિક શેરબજારોની સરખામણીમાં ઘણી સારી છે તેવી વાતો ત્યારે સારી લાગે કે જ્યારે રોકાણકારોના રોકાણ મૂલ્યમાં વધારો થયો હોય. બાકી રશિયા, યુરોપ, અમેરીકાને ઊંટાટીયો થઇ ગયો હોય અને આપણને ખાંસી થઇ ગઇ હોય એટલે આપણી તબિયત સારી હોવાનું ના કહી શકાય. સેન્સેક્સ અત્યારસુધીમાં 16 ટકા નાદુરસ્ત થઇ ચૂક્યો છે. હા વાત સાચી કે કંપનીઓએ 2015-16ના નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં કુલ 71 ઇશ્યૂઓ પૈકી જાહેર અને રાઇટ્સ ઇશ્યૂઓ મારફત રૂ. 51311 કરોડ એકત્ર કરાયા હતા. જે પ્રમાણ આગલાં વર્ષે રૂ. 11581 કરોડનું હતું. જ્યારે મ્યુ. ફંડોમાં રોકાણ રૂ. 87942 કરોડથી વધી રૂ. 1,61,696 કરોડની સપાટીએ પહોંચ્યું છે.

વૈશ્વિક મંદી સામે ભારતીય બજારો સંગીન છે?!!

અન્ય સમાચારો પણ છે...