તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વડનગરમાં છોકરી સાથે મોબાઈલ પર વાતો કરવાની ના પાડતાં હુમલો

વડનગરમાં છોકરી સાથે મોબાઈલ પર વાતો કરવાની ના પાડતાં હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરમાંબસસ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે 11 વાગે જોષી ભાવીન નામનાે શખસ એક છોકરીને મોબાઈલ પર વાતો કરી પજવણી કરતો હતો. આથી કેસીમ્પાના કાસીમભાઈએ વાતો કરવાની ના પાડતાં ભાવીન ઉશ્કેરાઈ ગયો હતો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.

દરમિયાન સંજય ચૌધરી સહિત અન્ય ત્રણ શખસો લાકડી તેમજ પાઈપો સાથે ધસી આવી કાસીમભાઈ પર હુમલો કરી અહીં એક દુકાનમાં તોડફોડ કરી હતી.જોકે લોકો એકઠા થઈ જતાં શખસો ભાગી ગયા હતા.આ અંગે વડનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...