તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમ્બામાં લાકડીથી માર મારવાના કેસમાં 3 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાતાલુકાના ટીમ્બા ગામમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ તકરાર બાદ લાકડી વડે માર મારવાના કેસમાં આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સજાનો હૂકમ કર્યો છે.

સતલાસણા તાલુકાના આંકલીયારા ગામના નારાયણભાઇ પુંજાભાઇ વાલ્મીકીને ટીમ્બા ગામના ચૌહાણ ભુપેન્દ્રસિંહ મનુસિંહ સાથે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે તકરાર થઇ હતી જે બાબતે નારાયણભાઇ સતલાસણા ફરીયાદ કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન ટીમ્બા બસ સ્ટેન્ડ નજીક ભુપેન્દ્રસિંહે તેમને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કેસમાં ચોથા એડીશનલ સેશન જજ પી.એસ.કાલાએ આરોપીને ત્રણ વર્ષની સજાનો હૂકમ કર્યો છે. જ્યારે એટ્રોસીટીના ગુનામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...