તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાસલપુરના તળાવમાંથી ગુમ યુવાનની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાસલપુરગામે રહેતા ઠાકોર પ્રતાપજીનો 18 વર્ષીય પુત્ર વિજય મસાલો ખાવા માટે ધરેથી ચાર દિવસ અગાઉ નીકળ્યો હતો. જે ગુમ થતા શોધખોળના અંતે શુક્રવારે તેની લાશ ગામના તળાવમાંથી મળી આવતા કડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

કડીના જાસલપુર ગામે રહેતા ઠાકોર પ્રતાપજી તેમના બે પુત્રો અને પરિવાર સાથે રહે છે. જેમનો મોટો પુત્ર વિજયજી ગામમાં ખેત મજુરી કરતો હતો. જે ગત સોમવારના રોજ સાંજના સમયે તેની માતા પાસેથી મસાલો ખાવાના રૂ. 10 લઇને ધરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રી સુધી તે ઘરે પરત ફરતા તેની શોધખોળ આદરી હતી.ગામના સરપંચને જાણ કરતા સરપંચે કડી પોલીસને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓને મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. જે લાશ વિજયની હોવાનું જણાવ્યુ હતું. કડી પોલીસે લાશનું કડી સીવીલમાં પી.એમ.કરાવી લાશ પરિવારજનોને સોંપી અકસ્માતે મોતનો ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...