• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કેમિકલના વેપારીની હત્યા કરનારા ભાગીદારને આજીવન કેદ ફટકારાઇ

કેમિકલના વેપારીની હત્યા કરનારા ભાગીદારને આજીવન કેદ ફટકારાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમિકલનાવેપારીની ઠંડે કલેજે હત્યા કરી લાશ હિંમતનગર રોડ પર ફેંકી દેનાર તેમના ભાગીદારને સોમવારે મહેસાણા કોર્ટે કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂ 5હજાર દંડ ફટકાર્યો હતો.

ગાજીયાબાદના બદનોલી ગામનો અને કરણનગર નજીક આવેલી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો ઓમવિરસીંગ દિલાવરસીંગ જાટ બનાવના દશ મહિના પૂર્વે વતનમાં ગયો ત્યારે તેની પડોશના ગામમા રહેતો અનુજ મહાવીરસિંહ મલીકનો સંપર્ક થયો હતો. તેને કેમિકલના ધંધામા નુકશાન થયેલ હોઇ ગુજરાતમાં નવેસરથી ધંધો શરૂ કરવાની વાતને સ્વીકારી ઓમવિસરસીંહે કડીમાં તેની ભાગીદારીમાં કેમિકલનો ધંધો શરૂ કર્યો હતો અને કડીમાં રાધે રેસીડેન્સીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા.મેરઠથી લાવેલ કેમીકલ ગુજરાતમાં વેચતા ઓમવિરસીંગે વતનમાં જઇને અલગ ધંધો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મુદ્દે ગત 6 એપ્રિલ, 2014માં રાત્રીના 11:30 કલાકે થયેલી બોલાચાલીમાં અનુજ મહાવીરસિંહે ઉશ્કેરાઇ જઇ લોખંડના પાનાથી ઓમવિરસીંગના માથે ઉપરા ઉપરી 5 થી વધુ ઘા મારી હત્યા કર્યા બાદ લાશ ગાડીની ડેકીમાં નાખીને નાસી છુટ્યો હતો. ત્યાર બાદ તેને લોહીથી લથપથ ગાદલુ અને કપડા રામપુરા અને ડાભલા વચ્ચે જ્યારે લાશ હિંમતનગર નજીક ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો. હત્યા કેસમાં મહેસાણા એડિશનલ સેશન્સ જજ એન. કે. પરીખ સમક્ષ ચાલતા સરકારી વકીલ સંજયભાઇ પટેલની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે અનુજ મહાવીરસિંહ મલીકને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ 5હજાર દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...