તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • દાંતા પાસે ભેંસને મારી નાખનાર એક ઝડપાયો, ચાર ભાગી છૂટ્યા

દાંતા પાસે ભેંસને મારી નાખનાર એક ઝડપાયો, ચાર ભાગી છૂટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાતાલુકાના તોરણીયા ગામમાં પાંચ શખસોએ ભેંસને ક્રુરતાપૂર્વક બાંધી તેને મારી નાખતા હોવાની બાતમીના આધારે હડાદ પોલીસે ખેતરમાં રેડ કરી હતી. જ્યાં ચાર શખસો ભાગી છુટ્યા હતા. જ્યારે એક શખસને પકડી લીધો હતો.

હડાદ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, દાંતા તાલુકાના તોરણીયા ગામની સીમમાં રોડ નજીક આવેલા રસુલબેગડીયાના ઘરની પાછળ કપાસના ખેતરમાં ભેંસને લોખંડની સાંકળથી બાંધી તેને મારી રહ્યા છે. દરમિયાન પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં ત્યાં પાંચ શખસો ભેંસને પીડા પહોચે તે રીતે દોરડા અને લોખંડની સાંકળથી ભેંસને બાંધી ક્રુરતાપૂર્વક તેને મારી રહ્યા હતા.

દરમિયાન પોલીસને જોતા ચાર શખસો ફરાર થઇ ગયા હતા. જ્યારે અમરત પારઘી નામના શખસને ઝડપી પાડ્યો હતો. મામલાની તપાસ પીએસઆઇ એલ.પી.રાણા ચલાવી રહ્યા છે.

આમની સામે ગુનો

1.અમરતરઘાભાઇ પારઘી

2.બાબુભાઇ ધરમાભાઇ ગમાર

3.ફતાભાઇ કાન્તીભાઇ બેગડીયા

4.કિરણભાઇ રસુલભાઇ રસુલભાઇ સગ્રામભાઇ બેગડીયા (તમામ રહે.તોરણીયા, તાં.દાંતા)

અન્ય સમાચારો પણ છે...