તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ચૂંટણીના કારણે અમદાવાદ જીલ્લા તેમજ ગાંધીનગરથી વિદેશી દારુની હેરાફેરી થતી

ચૂંટણીના કારણે અમદાવાદ જીલ્લા તેમજ ગાંધીનગરથી વિદેશી દારુની હેરાફેરી થતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીના કારણે અમદાવાદ જીલ્લા તેમજ ગાંધીનગરથી વિદેશી દારુની હેરાફેરી થતી હોય છે જેના કારણે અમદાવાદ રેન્જ આઇજીપી કે જાડેજા અને જીલ્લા ડીએસપી આર વી અસારીએ રાઉન્ડ કલોક પેટ્રોલીંગ કરવાની સુચના આપી હતી

જેના ભાગરુપે શનિવારે પોલીસે બાતમીના આધારે બાકરોલ સર્કલ પાસેથી વિદેશી દારુ ભરેલી એક ટ્રક પકડી હતી.તેમાથી પોલીસે 750 પેટી જેની કીંમત આશરે 36,44 લાખનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારુ તેમજ બિયરના ટીન 2400 નંગ જેની કીંમત 2,40 લાખ અને ટ્રક સહિત 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંજાબના સુખવિંદર સીંગ જાટ અને અન્ય એક કીશોરની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જો કે વિદેશી દારુ કોણે પહોચાડવાનો હતો તેનો પોલીસે ખુલાસો કર્યો નથી.

બીજી તરફ અમદાવાદ જીલ્લાના કલ્યાણપુરાથી સચાણા જવાના રસ્તા પરથી જીલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે એક કારમાથી મેકડોનાવલ્સ,રોયલ સ્ટેગ તેમજ કીંગ ફીશર બિયરની 945 નંગ બોટલ સહિત આરોપી બનેસંગ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે.વિરમગામ રૂરલ પોલીસે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદની આસપાસથી લગભગ અઢી કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો છે.

અન્ય સમાચારો પણ છે...