તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • જીવાભાઈને ભાજપમાં જોડાવું હતું, કૉંગ્રેસે તેને ટિકિટ આપી

જીવાભાઈને ભાજપમાં જોડાવું હતું, કૉંગ્રેસે તેને ટિકિટ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંરવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે, 6 મહિના પહેલાં જીવાભાઈ કડીમાં મારી ઑફિસે આવ્યા હતા અને ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કૉંગ્રેસના કેટલાક નેતાઓ પાસે મોટી રકમ લેવાની બાકી છે. અત્યારે જોડાઉં તો વસૂલાત રહી જાય. એટલે રકમ વસૂલ કરી ભાજપમાં આવીશ, તેમ કહ્યું હતું. જે 6 મહિના પહેલાં ભાજપમાં જોડાવાના હતા, તેને કૉંગ્રેસે ટિકિટ આપી છે.

પટેલે ઉમેર્યું કે, જીવાભાઈએ દિલ્હીમાં અમિત શાહનો પણ સંપર્ક કર્યો હતો. આક્ષેપોનું ખંડન કરતાં કૉંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલે મીડિયાને કહ્યું હતું કે, વર્ષ 2004ની ચૂ઼ટણીમાં મારું ફોર્મ રદ કરાવવા પણ લોકો આક્ષેપો કરતા હતા. કોણ સાચું, કોણ ખોટુ તે જનતા નક્કી કરશે.

કૉંગી નેતાઓ પાસેથી વસૂલાત અટકે એટલે જોડાયા

મહેસાણામાં ‘મનકી બાત’ ટાણે નીતિન પટેલનો ઘટસ્ફોટ

અન્ય સમાચારો પણ છે...