તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંઘપ્રદેશ દીવમાંથી મોટા જથ્થામાં દારૂ ઠલવાઈ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનજીક દીવ કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ આવેલ છે ત્યાં દારૂની છુટી હોય તેનો લાભ દીવનાં બાર સંચાલકો ઉઠાવી દીવથી લાખો રૂપિયાનો દારૂ ઉના, કોડીનાર, ગીરગઢડા, તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, જાફરાબાદ, રાજુલા, ધારી સહીત અનેક તાલુકામાં બુટલેગરો સપ્લાય કરે છે અને થોડા સમય પહેલા 50 લાખ કરતા વધુનો દારૂ બે ટ્રકમાં ઝડપાયેલ. દારૂ લાવનારા અસામાજીક તત્વોએ પોલીસ કર્મચારી પર પણ પોતાનાં વાહનો નાંખી તેને કચડી નાંખવા પ્રયાસ કરી પોલીસ ચોકી પાસે રાખેલ લોખંડનાં પાંજરાને હવામાં ઉડાડેલ તે બુટલેગરો અને બાર સંચાલકોને પોલીસ પકડી શકી નથી. અને દારૂની રેલમછેલ અંગે ગંભીરતાપુર્વક પંથકનાં એક માત્ર પ્રજાનાં પ્રતિનિધિ ધારાસભ્ય પુંજાભાઇએ જાહેર મીટીંગમાં રજુઆત કરેલ અને તેના થોડા દિવસ બાદ અચાનક મેગા ઓપરેશન કરતા તે મેગા ઓપરેશન ફેલાઇ ગયું છે. લોકો કહે છે કે જેટલા પોલીસનાં વાહનની કતારો અને અધિકારી અને કર્મચારીની સંખ્યા તેના પાછળ થતા સરકારી ખર્ચનો અંદાજ માંડવામાં આવે. એટલી કિંમતનો દારૂ પકડાયો હોત તો પણ પ્રજાનાં હિતમાં કામગીરી થઇ ગણાત. પણ સ્થાનિક વિસ્તારોનાં અધિકારીઓને મેગા ઓપરેશન અંગેની સુચના પહેલાથી અપાઇ ગઇ હતી તે બાબતે તકવિર્તક સર્જાઇ રહ્યો છે.

અત્રે નોંધનીય બની રહેશે કે, ઉના અને કોડીનાર નજીક સંઘપ્રદેશ દીવ આવેલ છે અને અહીંયા દારૂબંધીનો કાયદો હોવાથી દરરોજ મોટા જથ્થામાં દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તડ ચેકપોસ્ટ અને એહમદપુર માંડવી એમ બે ચેકપોસ્ટ આવેલી છે અને 24 કલાક પોલીસ સ્ટાફ ફરજ બજાવતો હોય છે. તેમ છત્તા પણ મોટા જથ્થામાં દારૂ વાહનોમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.

મેગાઓપરેશનમાં ખર્ચ કરતા ઓછો દારૂ પકડાયો

ઉના-કોડીનાર-વેરાવળ સહિતનાં પંથકમાં

અન્ય સમાચારો પણ છે...