તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • રૂની ગાંસડીના બિલ પેટે બાકી રકમ નહીં ચુકવી મુંબઇના વેપારીએ ઠગાઈ કરતાં બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ

રૂની ગાંસડીના બિલ પેટે બાકી રકમ નહીં ચુકવી મુંબઇના વેપારીએ ઠગાઈ કરતાં બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીતાલુકાના કલ્યાણપુર સ્થિત-સચાણા રોડ પર આવેલી વિશ્વ જીનીંગ ફેક્ટરીના માલિક સાથે મુંબઇ (વરલી) સ્થિત ગ્લોબલ કોટન કોર્પોરેશનના ગજરીયા જીતેશભાઇએ રૂની ગાંસડીના બિલ પેટે બાકી રકમ નહીં ચુકવતા છેતરપિંડી આચરી હતી. આથી ભોગ બનનારા વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત મુજબ કડી તાલુકાના કલ્યાણપુરા ગામે શ્રી વિશ્વ ફેક્ટરના મલિક પટેલ બિપીનભાઇએ મુંબઇ સ્થિત ગ્લોબલ કોટન કોર્પોરેશનના ગજરીયા જીતેશ સાથે 2015થી બંને વચ્ચે રૂની ગાંસડી(કોટન)નો ધંધો શરૂ કર્યો હતો.

શરૂઆતમાં તો રૂની ગાંસડીનું પેમેન્ટ બરાબર થતું હતું. પણ છેલ્લા કેટલાક સમયથી બીલના થોડા થોડા પૈસા બાકી રાખતો હતો. જોકે ત્યારબાદ પાછળથી બાકી બીલની રકમ મોકલવાનું બંધ કરી દેતા બિપીનભાઇ ફોન પર વાત કરતા અને બિલનું ઉઘરાણુ કરતા અને બિલ મળી જશે તેવા જવાબ મળ્યા હતા શંકા જતા 2 થી 3 વાર મુંબઇ ખાતે જઇ માગણી કરતાં 16 લાખની રકમ ચેક પેટે મળી હતી. પણ ચેક બેન્કમાં જમા કરતા ચેક બાઉન્સ થતાં ફરીથી પેમેન્ટની વાત કરતાં સ્ટોપ પેમેન્ટ કરવાનું કહેતા અને ત્યારબાદ ફોન પણ ઉપાડવાનું પણ બંધ કરતાં બિપીનભાઇએ તેમની સાથે રકમ પેટે બાકી નિકળતા 1 કરોડ 50 લાખ થી પણ વધુની રૂના બીલની ચુકવણી કરાયાની અને છેતરપિંડી થઇ હોવાની બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વેપારીની ફરિયાદના આધારે ઠગાઈ આચરનારા આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...