તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પેટા ચૂંટણીમાં સવારથી મતદારો નિરસ હોય તેમ તમામ ચૂંટણી બુથ પર ઓછું મતદાન થયું

પેટા ચૂંટણીમાં સવારથી મતદારો નિરસ હોય તેમ તમામ ચૂંટણી બુથ પર ઓછું મતદાન થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતની ડાંગરવા બેઠકની પેટા ચૂંટણીમાં રવિવારે મતદાન યોજાયું હતું. જો કે સવારથી મતદારો નિરસ હોય તેમ તમામ ચૂંટણી બુથ પર ઓછું મતદાન થયું હતું. જેના પગલે માત્ર 53 ટકા મતદાન નોંધાયું હતુ઼.

મહેસાણા જિલ્લા પંચાયતની ડાંગરવા બેઠકમાં આવેલા 12 જેટલા ગામમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રવિવારે 27 જેટલા બુથો પર ચૂંટણી યોજાઇ હતી. બેઠકમાં સમાવિષ્ટ 24,474 જેટલા મતદારોમાં નિરાશા સાંપડી હોય તેમ મથકોમાં છુટુ છવાયુ મતદાન થયું હતું. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શાન્તિપૂર્ણ માહોલમાં થયું હતું.ઇન્ચાર્જ મામલતદાર પી.ડી.સોલંકીએ જણાવ્યું હતું કે બેઠક પરનું કુલ મતદાન 53 ટકા જેટલુ થયું છે. ચૂંટણી દરમિયાન પ્રાંત હસમુખ પટેલ, ડી.વાય.એસ.પી. રાજેશ ગઢીયા સહિતના અધિકારીઓએ રાઉન્ડ પેટ્રોલીંગ કર્યું હતું. ડાંગરવા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડાભી નીરૂબેન દિલીપસિંહ અને કોંગ્રેસના ડાભી નીતાબેન રાજેન્દ્રસિંહના ભાવી ઇવીએમ મશીનોમાં સીલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...