તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કાંકણોલમાંથી બોગસ ડોકટર ઝડપાયો વકરો એટલો નફો માની રદ નોટોય લેતો

કાંકણોલમાંથી બોગસ ડોકટર ઝડપાયો વકરો એટલો નફો માની રદ નોટોય લેતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનેઅડીને આવેલ કાંકણોલ ગામમાં રવિવારે સવારે વા, સાંધાના દુ:ખાવા સહિતની બીમારીઓની સારવાર કરી રહેલ બોગસ તબીબને ગામના જાગૃત વ્યકિતઓએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે સવારે નવેક વાગ્યાના સુમારે ગામમાં દૂધ મંડળી આગળ એક બોગસ તબીબે દવાની હાટડી શરૂ કરી હતી અને વા, સાંધાના દુ:ખાવા સહિતની તકલીફોનો સચોટ ઇલાજ કરતો હોવા અંગેના પેમ્ફલેટનું વિતરણ કર્યુ હતું. ત્રણેક કલાકમાં બોગસ તબીબે 38 જેટલા પેશન્ટને દવા આપવા સહિતની સારવાર કરી હતી. તે દરમિયાન કેટલાક જાગૃત લોકોને જાણ થતાં તેમણે તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે બંધ થઇ ગયેલ રૂ.500 અને 1000ની ચલણી નોટો પણ ફી પેટે લેતો હતો અને એલોપથીની ગોળીઓ આપતો હતો.

તાલુકા સદસ્ય હરેશકુમાર અરવિંદભાઇ પ્રજાપતિએ જણાવ્યુ કે, બોગસ તબીબ અને તેની સાથેના ત્રણ કમ્પાઉન્ડર પાસે ડિગ્રી અને ઓળખના પુરાવા રજૂ કરી શકયા હતા. સારવારમાં 850 એમજીની પેરાસીટામોલની ટેબ્લેટ પણ આપતા હતા. જેથી દવાનો જથ્થો અને ચારેય જણાને પકડીને બપોરે દોઢેક વાગ્યાના સુમારે હિંમતનગર ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યુ હતું કે, તબીબ વિવિધ તાલુકાઓમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ચૂકયો છે અને ઓપીડીની ડાયરી પણ કબજે લીધી છે. આરોગ્ય વિભાગની જવાબદારી હોવા છતાં અને જાણ કરવા છતાં કોઇ આવ્યુ હતું.

બોગસ તબીબે હિંમતનગર, ઇડર, મોડાસા અને બનાસકાંઠાના તાલુકાઓમાં કરેલ સારવારની દર્દીઓની યાદી સહિતની ડાયરી ગ્રામજનોએ જપ્ત કરી હતી.

ગામલોકોએ બોગસ તબીબ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.

ગામલોકોએ દવાનો જથ્થો અને તબીબ સહિત 4 જણાને પકડી હિંમતનગર ડિવિઝન પોલીસને સોંપ્યા, પોલીસે ગુનો નોંધ્યો

અન્ય સમાચારો પણ છે...