તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડાલજથી બાઈકની ચોરનાર આતરસુંબાનો શખસ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાલજમધરડેરી કમ્પાઉન્ડમાંથી 10 માસ પહેલા બાઈકની ઉઠાંતરી કરનાર આતરસુંબાના એક ઈસમે પોલીસે કપડવંજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. ખેડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે કપડવંજ બસ સ્ટેન્ડ ચોકડી પાસે વાહનચેકીંગ કરતાં સમયે એક ઈસમ બાઈક લઈ પસાર થતા પોલીસે તેને ઉભો રાખી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અનીલભાઈ ઉર્ફે બોડો ભીમાભાઈ પરમાર (ઠાકોર, રહે. સરકારી દવાખાના સામે, આતરસુંબા, તા.કપડવંજ) હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તેની પાસે બાઈકના કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. જેથી ખેડા પોલીસ દ્વારા બાઈક િકંમત રૂ. 20 હજારનું કબ્જે લઈ તેની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...