તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • થરાદ | નોટબંધીના મુદ્દે થરાદ ડીસા હાઇવે પર આવેલી ગાયત્રી સોસાયટીમાં

થરાદ | નોટબંધીના મુદ્દે થરાદ-ડીસા હાઇવે પર આવેલી ગાયત્રી સોસાયટીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | નોટબંધીના મુદ્દે થરાદ-ડીસા હાઇવે પર આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા ધારાસભ્ય પરબતભાઇ પટેલના ઘરનો ઘેરાવો કરવા માટે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકી,પ્રદેશ મંત્રી માંગીલાલ પટેલ,યુવા પાંખના પ્રધાનજી ઠાકોર, જિલ્લાના પ્રવક્તા સરદારસિંહ વાઘેલા, તાલુકાના મંત્રી તુલસીભાઇ ધુમડા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રવિવારની સાંજે સુત્રોચ્ચાર સાથે ધસી આવતાં ધમાચકડી થઈ હતી.પીઆઇ જે.જી. ચાવડા અને સ્ટાફે તેમને રોડ પર અટકાવી અટકાયત કરી પોલીસ મથકમાં લઇ આવ્યા હતા.કોંગ્રેસના વિરોધ વખતે બહોળી સંખ્યામાં લોકો પણ તમાશો જોવા એકઠા થયા હતા.તસવીર -વિષ્ણુ દવે

થરાદમાં ધારાસભ્યના ઘરે કોંગ્રેસી કાર્યકરો ઘેરાવો કરવા ધસી આવતાં ધમાચકડી, લોકોએ તમાશો જોયો

અન્ય સમાચારો પણ છે...