• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ખાદ્યતેલોમાં સિંગતેલમાં કામકાજો ઠંડા : ગવાર ગમમાં ઉપલી સર્કિટ

ખાદ્યતેલોમાં સિંગતેલમાં કામકાજો ઠંડા : ગવાર-ગમમાં ઉપલી સર્કિટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયાતીખાદ્યતેલોમાં મંદીની પાછળ સ્થાનિક બજારમાં પણ ભાવ સપાટી નીચી રહી છે. સિંગતેલમાં વેપારો નબળા રહેતા ભાવ સપાટી સાંકડી રેન્જમાં અથડાઇ ગઇ હતી. જ્યારે કપાસિયામાં ભાવ નરમ રહ્યાં હતા. ગવાર તથા ગમમાં વન-વે મંદીની સર્કિટો રહ્યાં બાદ આજે નીચામાં માગ ખુલતા 5 ટકાથી વધુની તેજીની સર્કિટ લાગી હતી. જ્યારે રૂપિયા સામે ડોલર મજબૂત રહેતા નિકાસ વેપારને વેગ મળશે તેવી માન્યતાએ જીરૂ તથા એરંડામાં પણ તેજીનો ટોન જોવા મળ્યો હતો. સારા વરસાદથી ખરીફ પાકોના અંદાજો ઉંચા મુકાવા લાગતા એગ્રી કોમોડિટીમાં એકાએક મોટી તેજી લંબાઇ જાય તેવી શક્યતાઓ એનાલિસ્ટો નકારી રહ્યાં છે.

સિંગતેલમાં નરમ ટોન: કપાસિયા તેમજ આયાતી તેલોમાં ભાવ સપાટી નરમ રહેવાની સાથે સિંગતેલમાં પણ કામકાજો ઠંડા રહેતા ભાવ નીચા ક્વોટ થઇ રહ્યાં છે. તહેવારોની આગળ જતા માગ કેવી રહે છે અને મગફળીની નવી આવકો ક્યારે થાય છે તેના પર બજારની તેજીનો મુખ્ય આધાર રહેલો છે.રાજકોટમાં 4-5 ટેન્કરના કપાસિયામાં 23-25 ટેન્કરના કામ હતા. લુઝ રૂ.1045-1050, તેલિયા રૂ.1625-1635 બોલાતું હતું.

એરંડાવાયદામાં તેજી યથાવત એરંડાનીઆવકો મથકો પર કપાઇ જતા છેલ્લા બે દિવસથી મજબૂત ટોન જોવા મળી રહ્યો છે. આજે એરંડા વાયદો વધુ ઉંચકાઇને 3988 બોલાઇ ગયો હતો. જ્યારે હાજર બજારમાં પણ ભાવ સપાટી રૂા.10-20 સુધી ઉંચી ક્વોટ થઇને રૂા.750-775 બોલાતી હતી. દિવેલમાં નિકાસ વેપારો કેવા રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.

ગવાર-ગમમાંમંદી બાદ તેજીની સર્કિટો : ગવારતેમજ ગમમાં દોઢ મહિનામાં 35 ટકા સુધીનો ઘટાડો આવ્યા બાદ આજે 5 ટકાથી વધુનો ઝડપી સુધારો જોવા મળ્યો હતો. મથકો પર વાવેતર વિસ્તારમાં જંગી વધારો થવાના કારણે અને ક્રૂડની સતત મંદીને ધ્યાનમાં લેતા મોટી તેજી નકારાઇ છે. ગમ વાયદો રૂા.8510, ગવાર રૂા.3719 હતો.

અન્ય સમાચારો પણ છે...