• Gujarati News
  • વરસાદબાદ ઠંડીએ પણ ખેડૂતોના માથે આફતના વાદળ ઉભા કર્યા

વરસાદબાદ ઠંડીએ પણ ખેડૂતોના માથે આફતના વાદળ ઉભા કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદબાદ ઠંડીએ પણ ખેડૂતોના માથે આફતના વાદળ ઉભા કર્યા છે. પાછોતરા વરસાદને પગલે ખરીફ વાવેતરમાં પણ નુકશાન જેવી સ્થિતિ વચ્ચે ઠંડી વગર રવિ સિઝને પણ ચિંતા ઉભી કરી છે. ઠંડીનો માહોલ બરોબર જામતાં જિલ્લામાં ઘઉંનુ વાવેતર મોડું પડ્યું છે. જોકે છેલ્લા સપ્તાહમાં નોંધપાત્ર 14 હેક્ટર વિસ્તાર વધ્યો છે. સાથે જિલ્લામાં સરેરાશ ઘઉંનુ વાવેતર 36259 હેક્ટર થયું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં ઘટાડો થવાની દહેશત છે.

મહેસાણા તાલુકા સહિત જિલ્લામાં ગત વર્ષે રવિ સિઝનમાં 90 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું નોંધપાત્ર વાવેતર થયું હતું. જોકે ચાલુ વર્ષે પાછળ ધકેલાઇ રહેલી સિઝનને પગલે ઠંડીનો માહોલ જામતાં ઘઉંની વાવણી સામે સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે 15મી નવેમ્બરથી ઘઉંની વાવણી શરૂ થતી હોય છે જે 15મી ડિસેમ્બર સુઘી ચાલતી હોય છે. પરંતુ ઘણે ખરે અંશે જિલ્લામાં નવેમ્બરના અંત સુધીમાં વાવણી થઇ જતી હોય છે. જોકે વર્ષે જિલ્લામાં નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી માંડ 36259 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જેમાં ગત અગાઉના સપ્તાહ સુધી વાવેતર વિસ્તાર માંડ 22314 હેક્ટર હતો. જોકે ગત સપ્તાહમાં 14 હજાર હેક્ટર જેટલો નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ હજુ ઠંડીનું મોજુ બરોબર જામ્યું હોવાથી તેમજ સિઝન મોડી પડવાની સંભાવનાને પગલે વર્ષે ઘઉંનું વાવેતર ઘટવાના સંજોગ ઉભા થયા છે.

જિ.માં થયેલું ઘઉંનું વાવેતર

તાલુકોહેક્ટર

મહેસાણા 5300

વિજાપુર 1450

કડી 7230

બેચરાજી 2965

વિસનગર 5417

ઊંઝા 1067

વડનગર 5800

ખેરાલુ 4530

સતલાસણા 2500

રવિવાવેતર

પાકહેક્ટર

ઘઉં 36259

રાઇ 18756

જીરૂ 2489

મેથી 1209

વરીયાળી 4342

તમાકુ 6484

રજકો 21444

શાકભાજી 3321

બટાકા 1418

હજુ મહિનો વાવેતર થશે

ચાલુવર્ષેવરસાદ મોડો થતાં સિઝન પાછળ પડી છે. ડાંગર સહિતના ખરીફ પાકની કાપણી થઇ રહી છે. સંજોગોમાં ઘઉંના વાવેતર માટે 15મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર સુધીનો સમય ઉત્તમ કહેવાય છે. જોકે સિઝન મોડી થતાં હજુ મહિના સુધી વાવેતર થશે. -બી.એન.પટેલ,ખેતીવાડીઅધિકારી

ઘઉંનું વાવેતર 14 હજાર હેક્ટર વધ્યું

સપ્તાહનું સરવૈયું

ગત વર્ષની સરખામણીએ વાવેતર ઓછું થવાના સંજોગ