• Gujarati News
  • અકસ્માત મોતનું પંચનામું કરતો જવાન ટ્રેન નીચે કપાતાં માંડ બચ્યો

અકસ્માત મોતનું પંચનામું કરતો જવાન ટ્રેન નીચે કપાતાં માંડ બચ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિનખાતે ટ્રેન નીચે કપાઈ ગયેલા મજૂરના મોતની ઘટના બાદ પંચનામા માટે પહોંચેલો પોલીસનો જવાન હદે બેધ્યાન બની ગયો હતો કે તેને સામેથી ધસી આવતી ટ્રેન નહી દેખાઈ. જોકે, અન્ય કર્મચારીઓનું ધ્યાન જતાં તેને ખેંચી લઇ બચાવી લેવાયો હતો.

મૂળ બિહારના સિવાન જિલ્લાનો વતની અને હાલ સચિન ખાતે ઇંદિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો ગણેશ ઠાકુર (37) મજૂરી કરીને પરિવારનું ગુજરાત કરતો હતો. સોમવારે બપોરે તે સચિન પુલ નીચેથી રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ ટ્રેન અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. બનાવ બાદ સચિન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંગ અને રાઇટર તેજેન્દ્રસિંહ ઘટના સ્થળ પર પંચનામું કરવા ગયા હતા.

પંચનામાની કાર્યવાહી દરમિયાન રાઇટર તેજેન્દ્રસિંહ કામમાં એટલા પરોવાઈ ગયા હતા કે, સામેથી ધસમસતી આવતી ટ્રેનનો અવાજ તેમને સંભળાયો હતો.

જોકે, તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંગનું તેમના પર તરત ધ્યાન જતાં તેમણે તેજેન્દ્રસિંહનો હાથ પકડીને તેમને ખેંચી લીધા હતા અને તેજેન્દ્રસિંહનો જીવ બચી ગયો હતો. મોતને માત આપ્યા બાદ પંચનામાની કામગીરી આટોપી હતી.