તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરમાં છોકરાના ઝઘડા બાબતે 3 આધેડને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીનાધરમપુરમાં રહેતા છોકરાની ઝધડાને લઈને પટેલના છોકરાએ ગામના રાવળના છોકરાને ઠપકો આવા બાબતે ઉશ્કેરાયેલા રાવળના ઈસમોએ ગામના ત્રણ આધેડ પર લાકડી સહિત હથિયારો વડે હુમલા કરી ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે બાવલુ પોલિસે ફરિયાદ નોધીં તપાસ હાથ ધરી છે.

કડીના ધરમપુરમાં રહેતા પટેલ ભાઈલાલભાઈના છોકરાએ ગામના રાવળ બળદેવભાઈના છોકરાને બસ સ્ટેન્ડ ઉપર ચઢ્યો હોવાથી તેને નીચે ઉપરવા બાબતે ઠપકો આપ્યો. તે બાબતની અદાવતને રાખીને રાવળ બળદેવભાઈ સહિત ઈસમો લાકડી સહિત હથિયારો લઈ પટેલ ભાઈલાલભાઈ તેમના ભાઈ-ભાભી સાથે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન લાકડી-ઘોકા વડે હુમલો કરી ત્રણેય આધેને માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી.ઈજાગસ્તો ભાઈલાલભાઈ, મઘુબેનને કડીની ભાગ્યોદયમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યારે દલસુખભાઈ ગંભીર ઈજાઓ થતા અમદાવાદ ખસેડાયા હતો. બનાવને પગલે બાવલુ પોલીસ મથકે રાવળ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...