તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાની ચોરીનો 27 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકાપોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના બે કેસમાં છેલ્લા 27 વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણા એસઓજીએ રવિવારે હાઈવે પરની શિલ્પા ચોકડીએથી ઝડપી લઈને ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

ધોળકા પોલીસ મથકે વર્ષ 1989 અને 2005માં નોંધાયેલા ઘરફોડ ચોરીના બે અલગઅલગ ગુનામાં સંડોવાયેલો સિન્ધી ડફેર હાજી છાયા (રહે.દેલવાડા,તા.ખેરાલુ, હાલ રહે.વિજાપુર)ને પકડવા પોલીસે અગાઉ અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ અગાઉ ધોળકા રહેતો આરોપી પોલીસના સકંજામાં આવતો નહોતો. જો કે, રવિવારે તે વિજાપુરથી મહેસાણાના લશ્કરી કૂવા કોઈને મળવા આવ્યો હતો અને હાઈવે પર શિલ્પા ચોકડી નજીક ઊભો હોવાની બાતમી મળતાં એસઓજી પીઆઈ જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સિન્ધી ડફેર હાજી છાયાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપાતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો