તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની અડફેટે બેચરના બાઈકચાલકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજીબેચરના ભરવાડ વાસમાં રહેતા રમેશકુમાર ઉર્ફે ટીનાજી નરસિંહભાઈ ઠાકોર (32 વર્ષ) શનિવારે રાત્રે આઠેક વાગ્યે બાઈક લઈને બહુચરાજીથી બેચર ગામ તરફ જઈ રહ્યા હતા. હારિજ ત્રણ રસ્તા નજીક ગોપાળ હોટલ સામે જીજે-18-એએક્સ-6999 નંબરની ટ્રકનો ચાલક તેમના બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં રમેશકુમારનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસે આસપાસના પોલીસ મથકે જાણ કરી દેતાં સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીકથી ટ્રકને આંતરી ટ્રક ચાલકને ઝડપી લેવાયો હતો. બાબતે મૃતક રમેશજીના વેવાઈ હાંસલપુરના ઠાકોર બચુજી સોમાજીએ ટ્રક ચાલક વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં હેડ કોન્સ્ટેબલ કરણસિંહે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો