તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાના ગળામાંથી દોરાની લૂંટ, ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનારામપુરા ચોકડી નજીક બાઇકની પાછળની સીટમાં બેઠેલી મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી અજાણ્યા બે વ્યક્તિઓ બાઇક પર ભાગી જતાં ચકચાર મચી ગઈ છે.મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

આખજ ગામે રહેતા સંજયગીરી ભોળાગીરી બાવા બુધવારે મહેસાણા પરિચિતના ઘરે ગયા હતા અને સાંજે 5 વાગ્યે બાઇક પર પત્ની સાથે ઘરે જવા નીકળ્યા હતા.દરમિયાન રામપુરા ચોકડી નજીકથી તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પલ્સર બાઇક લઇને પુરઝડપે નજીક આવેલા અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના બે યુવાનો પૈકીના એકે સંજયગીરીની બાઇકની પાછળની સીટમાં બેઠેલી પત્નીના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો દોરો લૂંટી નાસી ગયા હતા.અચાનક બનેલા બનાવને પગલે હબતાઇ ગયેલા દંપતીએ મચાવેલી બુમાબૂમ કરતાં સાંભળીહાજર વ્યક્તિઓએ પીછો કર્યો હતો પણ શખસો ભાગી ગયા હતા.આ અંગે સંજયગીરીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પીએસઆઇ આર.કે.ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો