તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • નરસિંહપુરામાં ખાળકૂવામાં પડી ગયેલી મહિલાને બચાવી લેવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરસિંહપુરામાં ખાળકૂવામાં પડી ગયેલી મહિલાને બચાવી લેવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાંવરસાદ પડતાની સાથે ઘણી વખત જમીન બેસી જાય છે ત્યારે ગુરૂવારે વહેલી સવારે ઇડર તાલુકાના કુકડીયા પાસે આવેલ નરસિંહપુરા ગામે ચૂલો સળગાવી રહેલા એક મહિલા અચાનક ખાળકૂવામાં પડી જતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારબાદ તેમના પરિવાર તથા ગ્રામજનોએ ભેગા થઇ તરત 108 એમ્બ્યુલન્સ તથા ઇડર ફાયરબ્રિગેડને બોલાવી હતી. જયાં ટીમે એક કલાકની જહેમત બાદ ખાળકૂવામાં પડી ગયેલ મહિલાને સલામત રીતે બહાર કાઢયા હતા.

દલીબેન મગનભાઇ પટેલ ગુરૂવારે વહેલી સવારે. નિત્યક્રમ મુજબ ઘરના આંગણામાં ચૂલો સળગાવી રહ્યા હતા. દરમિયાન દિવાલ નજીક આવેલ ખાળકૂવો બેસી જતા તે ખુલ્લો થઇ ગયો હતો. દરમિયાન અજાણતાથી દલીબેન તેમાં પડી ગયા હતા. ત્યારબાદ બૂમાબૂમ કરતા પરિવારજનો તથા આસપાસમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા અને તરત ઇડર ફાયરબ્રિગેડ તથા 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો