તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાજિક ભેદભાવ, રાજકીય રોકડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વનિર્માણ આંદોલન હોય કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, એવાં બધાં આંદોલનોમાં એક સામાન્ય તત્ત્વ જોવા મળે છે : આંદોલનની શરૂઆત લોકહિતના નક્કર મુદ્દે, લોકોના વાસ્તવિક અસંતોષથી થાય છે, મોટી સંખ્યામાં સામાન્ય લોકો વ્યાપક બેદિલીના અને હતાશાના ભાગરૂપે તેમાં જોડાય છે. પરંતુ જેમ જેમ આંદોલનને લોકોનો ટેકો મળતો જાય અને તેનું જોર વધતું જાય, તેમ રાજકીય પક્ષોના ખેલાડીઓનો તેમાં રસ વધવા માંડે છે. પોતાની મેળે, પોતાની કામગીરીના બળે કશું પણ નક્કર કરી શકવા અને લોકોની સામેલગીરી સિદ્ધ કરી શકવા અસમર્થ રાજકીય પક્ષો, પ્રકારના આંદોલનથી પેદા થયેલી શક્તિ પર સવાર થઇ જવા કોશિશ કરે છે અને મોટે ભાગે તેમાં સફળ પણ થાય છે. પરિણામે, થોડા સમય પછી આંદોલનની ધરી ખસી જાય છે, સત્તાધીશો તરીકે વાજબી રીતે ટીકાનું કેન્દ્ર બનેલા મુખ્ય મંત્રી મુખ્ય વિલન તરીકે ચિતરાય છે અને સલુકાઇથી આંદોલન મુખ્ય મંત્રી હટાવોનું સ્વરૂપ ધારણ કરી લે છે.

ગુજરાતમાં પહેલાં પાટીદાર અનામત આંદોલન અને હવે દલિત અત્યાચારવિરોધી આંદોલનમાં સીધેસીધું ભલે એવું કહેવાયું હોય, પણ આંદોલનના મૂળ મુદ્દાની સાથોસાથ ગુજરાતનાં મુખ્ય મંત્રીનો વિરોધ અને તેમને હટાવવાનો સૂર ધ્યાનથી સાંભળનાર કોઇને પણ સંભળાય એવાં છે. અગાઉ દિલ્હીમાં અને પછી રાષ્ટ્રિય સ્તરે થયેલા આંદોલનમાં અન્ના હજારે અને કેજરીવાલે શરૂઆત ભ્રષ્ટાચારવિરોધથી કરી હતી, પરંતુ તેનું પરિણામ ઠંડકથી જોતાં શું દેખાય છે? વખતે કેજરીવાલના કાર્યક્ષેત્ર દિલ્હીનાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિત મુખ્ય વિલન ચિતરાયાં હતાં અને કેજરીવાલ સત્તા પર આવે તો શીલા દીક્ષિતને જેલના સળિયા ગણવા પડે, એવું ઘણાને લાગ્યું હતું. પરંતુ અત્યારે કેજરીવાલ મુખ્ય મંત્રી છે, ભ્રષ્ટાચારનો મુદ્દો તેનો પ્રભાવ ગુમાવી બેઠો છે અને શીલા દીક્ષિત જેલના સળિયા ગણે છે? ના, શીલા દીક્ષિત ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં મુખ્ય મંત્રીપદનાં ઉમેદવાર છે. રાષ્ટ્રિય સ્તરે કાળાં નાણાં અને યુપીએના ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવનાર નરેન્દ્ર મોદી અને તેમના પક્ષે પણ શું કર્યું? લોકોના અસંતોષને પોતાની તરફેણમાં વાળ્યો, સત્તાપલટો સિદ્ધ કર્યો, પોતે સત્તા મેળવી અને કાળાં નાણાં? ખબરદાર, વિશે વાત કરવી, સરકારની ટીકા કરવા બરાબર ગણાશે.

બોધ મેળવવા માટે જરૂર કરતા વધારે ઉદાહરણો છે. તેમાંથી ગુજરાતના દલિતોએ અને સામાજિક ન્યાયમાં માનતા સૌ કોઇએ એટલો ધડો લેવો જોઇએ કે ઊના અત્યાચારવિરોધી આંદોલન આનંદીબહેન પટેલ હટાવો આંદોલન બની જાય. મુખ્ય મંત્રીઓ આવે ને જાય. તેનો કશો હરખશોક હોય. પણ સત્તાપલટાથી લોકોનો માંડ જાગેલો વાજબી અસંતોષ ઠરી જાય છે અને જે મુદ્દે અસંતોષ જાગ્યો હતો, તે સામાજિક ભેદભાવ ઠેરનો ઠેર રહી જાય છે. કારણ કે સામાજિક ન્યાયના મુદ્દે એકેય રાજકીય પક્ષને વખાણવા જેવો નથી. ઊના અત્યાચારની ચિનગારી ફક્ત એક કેસ પૂરતી રહેતાં, તે સામાજિક ભેદભાવવિરોધી જાગૃતિ આણનારી બની રહે અને તેનાથી કમ સે કમ જ્ઞાતિઆધારિત વ્યવસાયોની જંજીરમાંથી દલિતો આઝાદ થાય, તો આંદોલનની મોટી ઉપલબ્ધિ ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો