તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • દારૂ ભરેલી આઇસર રોકવા પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા : બુટલેગર ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ભરેલી આઇસર રોકવા પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા : બુટલેગર ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટશહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી નજીકથી ગુરુવારે વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા આઇસરને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા આઇસર ચાલકે પોલીસને અડફેટે લેવાની કોશિશ કરી ભાગ્યો હતો. પોલીસ ટુકડીએ અડધો કલાક સુધી પીછો કરી હવામાં રાઉન્ડ ફાયરિંગ કરતા ચાલક જિલ્લા ગાર્ડન પાસે આઇસરમાંથી કૂદીને નાસી ગયો હતો. આઇસરમાંથી 5.30 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો હતો.

માલવિયાનગર પોલીસે બુધવારે ગોંડલ રોડ ચોકડીએ વાહન ચેકિંગમાં હતો અને ગુરુવારે સવારે નંબર વગરની આઇસર ધસી આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોતા ચાલકે આઇસર ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ તરફ હંકારતા પોલીસે પીછો શરૂ કર્યો હતો. આઇસર ચાલક જે રીતે ભાગ્યો હતો તે જોતા હથિયાર હોવાની પોલીસને શંકા ઊઠી હતી, પરંતુ આઇસરની તલાશી લેતાં તેમાંથી 113 પેટી દારૂ, 12 પેટી બિયર અને 3 પેટી ચપલા મળી કુલ રૂ.5,30,500નો દારૂ-બિયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ રૂ.17,30,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ તરફ ફિલ્મીઢબે પીછો શરૂ થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો