તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડિતોને કોંગ્રેસ 5-5 લાખ, એનસીપી 2-2 લાખ આપશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉના | કોંગ્રેસનાંઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સવારે 11:30 વાગ્યે મોટા સમઢિયાળામાં પીડિત દલિત પરિવારો સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરી હતી. કોંગ્રેસે પીડિત પરિવારોને પાંચ-પાંચ લાખ અને એનસીપીના પ્રફુલ્લ પટેલે બે-બે લાખની સહાયતાની જાહેરાત કરી હતી. રાહુલે પીડિત પરિવારનાં મોભી બાબુભાઇ અને જીતુભાઇ સરવૈયા પાસે ઘટનાની માહિતી મેળવી હતી.

...અનુસંધાન પાનાં નં.15

આજેકેજરીવાલ ઉના આવશે, કલમ 144 લાગુ ...છેલ્લા પાને

રાહુલેપરિવારનાં મોભી સાથે બેસીને સ્ટીલની રકાબીમાં ચા પીધી હતી અને બાબુભાઇનાં શરીરે થયેલા ઇજાનાં નિશાનો પણ નજરે જોયા હતા અને ત્યાર બાદ જાતે બાબુભાઇનાં શર્ટનાં બટન બંધ કર્યા હતા. તેમણે અડધો કલાક સુધી બાબુભાઇનો હાથ પકડી રાખી તેમની દાસ્તાન સાંભળી હતી.

પરિવારનાં જીતુભાઇ સરવૈયાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિત સમાજ પર બનેલી ઘટનાની જાણકારી આપી ગૌરક્ષાનાં નામે ચાલતી ગુંડાગિરી અને હપ્તા ઉઘરાવાતા હોવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચમારનો વ્યવસાય કરતા પરિવારને કહેવાતા ગુંડાઓ દ્વારા સતત બે કલાક સુધી ઢોરમાર મારી અપમાનજનક જીંદગી જીવવા મજબૂર કરાયા હતા. પકડાયેલા શખ્સોનાં લોકો દ્વારા હજુ પણ ધમકીઓ આપી દબાણ કરાતું હોવાનું અને દલિત પરિવારને કોઇ સહાય કે સુવિધા અપાતી હોવાની વીગતો પણ કહી હતી.

રાહુલ ગાંધીએ પરિવારની વાત શાંતિપૂર્વક સાંભળ્યા બાદ તેમને થયેલા અન્યાય સામે પુરેપુરો ન્યાય અપાવવા સંસદમાં ઘટનાને રજૂ કરવા ખાત્રી આપી હતી. ઘટનામાં પકડાયેલા અને સંડોવાયેલા આરોપીઓને જેલમાં ધકેલવા કોઈ કચાશ રખાશે નહીં. તેમણે જણાવ્યું કે, ઘટનાની પૂરો વિડીયો તેમણે જોયો છે. જો સીઆઈડીની તપાસમાં સંતોષ નહીં થાય તો સીબીઆઈને સોંપાવીશું.

કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને રૂ.5 લાખની સહાય આપવામાં આવશે એવી પ્રદેશ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ જાહેરાત કરી હતી.

ન્યાય માટે સરકાર સામે લડત કરાય, ઝેર પીવાય: રાહુલ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં રાહુલે ઝેર પીનારા દલિતોને રાહુલે કહ્યું કે, ‘શા માટે દવા પીધી? ન્યાય માટે સરકાર સામે લડત લડવી જોઈએ. ઝેરી દવા પીવાનું પગલું યોગ્ય નથી. સરકાર એમની છે, તમને ન્યાય અપાવવા અમે સરકાર પર દબાણ લાવીશું.’ રાહુલ ગાંધીએ એક અસરગ્રસ્તનો મોબાઇલ નંબર લીધો અને કહ્યું હતું કે તેઓ બે દિવસ બાદ ફોન કરશે.

અમારે ઇન્સાફ જોઇએ

પિડીત પરિવારે રાહુલ ગાંધીને કહ્યું, અમારે જમીન-પૈસા નહીં, ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેને પકડી સજા કરી ઇન્સાફ અપાવો.

હવે ગંદકી સાફ કરવાનો વ્યવસાય નહીં કરીએ

પિડીત પરિવારનાં જીતુભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમારો સમાજ સ્વચ્છતા રાખવા મૃત પશુઓનો નિકાલ કરી પોતાનું જીવન પસાર કરે છે. પરંતુ ગૌરક્ષકનાં નામે આચરવામાં આવતા ત્રાસ સામે હવે વ્યવસાય નહીં કરીએ. ગૌરક્ષકનાં ઠેકેદારો ભલે આવી કામગિરી કરે.

મોદીનાં ગુજરાતમાં અમને દબાવવામાં આવે છે

પિડીત પરિવારનાં માતા-પિતાએ રાહુલને કહ્યું હતું કે, અમને રસ્તો બતાવો. મોદીના ગુજરાતમાં અમને મારવામાં અને દબાવવામાં આવે છે. દલિતોને મારવાનો વિડીયો વાઇરલ થયો અને સમગ્ર દેશે જોયો. તેમાં 30 થી 40 લોકોએ દલિતોને માર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો