તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા બે પરિવારો બાખડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાશહેરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા બે પરીવારો વચ્ચે છોકરા-છોકરીની વાતમાં થયેલી બોલાચાલી ઉગ્ર બનતા ઇંટ અન લાકડીથી મારામારી સુધી પહોંચી ગઇ હતી. બંને પક્ષે થયેલી મારામારી બાદ બંને પરિવારોએ શહેર ડીવીઝન મથકે સામસામી પોલીસ ફરિયાદ આપી હતી.

ગુજરાત હાઉસીંગ બોર્ડના એક માળીયામાં રહેતા મકવાણા બબીબેન પોતાની દીકરીની વાતને લઇ કાપડીયા ભીખાભાઇના ઘેર ઠપકો આપવા ગયા હતા પરંતુ ઘેર કોઇ હોઇ પરત ફર્યા હતા. જ્યારે વાતની જાણ કાપડીયા ભીખાભાઇને થતા કેમ ઠપકો આપવા આવ્યાનુ કહી ઉશ્કેરાઇ જઇ છૂટી ઇંટો મારી હતી તેમજ બબીબેનના પતિને પણ ઇજા કરી હતી. ઘટના બાદ કાપડીયા વિશાલભાઇ ભીખાભાઇ પોતાના નાના ભાઇ જીગ્નેશ સાથે મકવાણા સવજીભાઇએ કરેલી તકરારને લઇ વિશાલભાઇના પિતા ઠપકો આપવા જતા મકવાણા સવજીભાઇ અને તેમની પત્ની તેમજ પુત્ર સહિતનાએ વિશાલ સાથે તેના પિતાને ઇંટ અને લાકડી વડે માર માર્યો હતો. બંને ઘટના બાદ બંને પક્ષનાઓએ શહેર ડીવીઝન પોલીસ સ્ટેશને એકબીજા સામે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો