તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • હિસાબ બાકી હોઇ કહી વારંવાર કહેવા છતાં આપતા માથાના ભાગે લાકડી ફટકારી દીધી , ફરિયાદ નોંધાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિસાબ બાકી હોઇ કહી વારંવાર કહેવા છતાં આપતા માથાના ભાગે લાકડી ફટકારી દીધી , ફરિયાદ નોંધાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરતાલુકાના વસાઇ ગામે જેતે વખતના સગપણના ખર્ચના હિસાબને લઇ બે વેવાઇ વચ્ચે થયેલી માથાકૂટ આખરે લાકડીથી મારામારી સુધી પહોંચી ગઇ હતી. ભરવાડ છોકરાના પિતાઅે સગપણના ખર્ચની રકમ નહીં આપ્યાનુ કહી વારંવાર કહ્યા બાદ વેવાઇએ તેના વેવાઇને લાકડી ફટકારી હતી.આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિજાપુર તાલુકાના વસાઇ ગામે રહેતા ભરવાડ હિરાભાઇ ભુરાભાઇએ પોતાના દીકરાના લગ્ન વસાઇ ગામમાં રહેતા ભરવાડ લખાભાઇ માધુભાઇને ત્યાં કર્યા હતા. લગ્ન બાદ સગાઇના ખર્ચનો હિસાબ હોઇ ભરવાડ હિરાભાઇએ લગ્ન વખતે આપી દીધો હતો જ્યારે વેવાઇ લખાભાઇઅે હિસાબ બાકી હોઇ કહી વારંવાર કહેવા છતાં આપતા આખરે માથાના ભાગે લાકડી ફટકારી દીધી હતી જ્યારે ભરવાડ લખાભાઇ સાથેના ભરવાડ મશરૂભાઇ ભુરાભાઇ અને ભરવાડ દેવાભાઇ સહિતનાએ પણ હાથે-પગે લાકડી મારી હિરાભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેવાઇએ તેના સગા વેવાઇને લાકડી મારતા વસાઇ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો