તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • આગામી 10થી12 દિવસની અંદર વરસાદ કે અન્ય સ્ત્રોત મારફત પાણી મળે ઉત્પાદ પર અસર થવાની દહેશત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી 10થી12 દિવસની અંદર વરસાદ કે અન્ય સ્ત્રોત મારફત પાણી મળે ઉત્પાદ પર અસર થવાની દહેશત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદેવિરામ લીધો છે ત્યારે કપાસ, દિવેલા, બાજરી અને શાકભાજી પાકોને જો આગામી 10થી12 દિવસની અંદર પાણી નહીં મળે તો જિલ્લાનો 35 ટકા બિનપિયત વિસ્તાર મુશ્કેલીમાં મૂકાઇ શકે તેમ છે. હાલની ગરમીને કારણે કેટલાક ખેડૂતોએ તો વરસાદની રાહ જોયા વિના પાણી આપવાનુ પણ શરૂ કરી દીધુ છે.

જિલ્લામાં કુલ 258974 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનુ વાવેતર થઇ ગયુ છે અને તેમા પણ કેટલાક પાકો તબક્કાવાર બીજા પાણી માટે તૈયાર થઇ ગયા છે. જેમા ખાસ કરીને કપાસ, બાજરી, તુવેર, દિવેલા, ડાંગર અને શાકભાજી પાકોને છેલ્લા કેટલાક દિવસોના વરસાદ વગર અને હાલની ગરમીના કારણે આગામી 10 દિવસ બાદ પાણીની જરૂરીયાત છે. જિલ્લામાં કુલ વાવેતર પૈકી સરેરાશ 30થી35ટકા બિનપિયતમાં છે કે જે પશ્ચિમ મહેસાણા, પશ્ચિમ ઉંઝા, જોટાણા, કડી, ખેરાલુ અને વિજાપુરનો કેટલોક ભાગ છે. તમામ વિસ્તારોના પાણીની જરૂરીયાતવાળા ડાંગર, કપાસ, મગફળી, બાજરી, જુવારઘાસ અને ટામેટા, રીંગણ અને મરચીપાકોને અગાઉના વરસાદનો ભેજ પૂર્ણ થવા થવા આવ્યો છે અને ઉપરથી ઉનાળા જેવો માહોલ ઉભો થયો છે.

હજુ એક અઠવાડિયુ વરસાદ નથી

આગામીવરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગના મહેન્દ્રભાઇ ચેોધરીએ જણાવ્યુ હતુ કે, વરસાદ હજુપણ એક અઠવાડીયુ નથી કેમ કે હાલમાં કોઇ સિસ્ટમ નથી. અાગામી એક અઠવાડીયા બાદ સ્થિતિ સ્ષષ્ટ થઇ શકશે.

ગરમી વધે તો પાકમાં સુકારો આવી શકે

અંગેનિવૃત્ત કૃષિ અધિકારી વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આગામી 10 દિવસમાં કપાસ અને દિવેલા પાકોને પાણીની જરૂર પડશે, જો વરસાદ પડે અને ગરમી વધે તો છોડ લંઘાવા માંડે અને સુકારો આવવા માંડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો