તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સાસરિયાના ત્રાસથી મહિલાએ ગળે ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરમાં જલારામ મંદિર નજીક આવેલા દૂધ કેન્દ્રના પ્રથમ માળે બુધવારે બપોરે એક મહિલાએ કોઇ અગમ્ય કારણોસર મકાનની છત સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાઇ આપધાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પતી અને સાસુના ત્રાસથી આપગલું તેણીએ ભર્યું હોવાનો આક્ષેપ મૃતકના પીયરપક્ષ દ્વારા કરાયો હતો જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરનાં ટેલીફોન એકચેન્જરોડ પર આવેલી બ્રહ્માણી સોસાયટી સામે દૂધ કેન્દ્રનાં મેડા પર જગદીશ કુમાર ફોજીરામ મારવાડી તેમની પત્ની રશ્મીકાબેન અને ત્રણ વર્ષની બાળકી રહેતા હતા. જગદીશભાઇ મારવાડી લાકડામાં નકસીકામ કરવાનો વ્યવસાય કરતા હોવાથી તેઓ સવારે નજીકમાં આવેલા કારખાને ધંધા અર્થે ગયેલા હતા. પત્ની રશ્મિકાબેન ઘરે એકલી હતી તે વખતે તેણે કોઇ અગમ્ય કારણોસર મકાનની છત સાથે કપડું બાંધીને ખુરશી પર પવાલી મૂકી ગળે ફાંસો ખાઇ લીધો હતો બપોરે 12 કલાકે વાગ્યાના અરસામા જગદીશભાઇ મારવાડી ઘરે આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવાથી તેમણે દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ અંદરથી કોઇ અવાજ આવતાં તેમણે સિડીની ભાગેથી બારી પકડીને ઘરની ગેલેરીમાં જઇ તેના દરવાજામાંથી ઘરમાં ગયા ત્યારેે રશ્મિકાબેન ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જેની જાણ પોલીસને જાણ કરાતાં પોલીસે મહિલાની લાશને પાટણ સીવીલમાં પીએમ કરાવવા મોકલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો