તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણસોલ નજીક રૂ. 2.10 લાખનો વિદેશી દારૂ પકડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજીનજીક આવેલા અણસોલ પાસેથી પોલીસે બુધવારે વહેલી સવારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો 1551 બોટલ ટીન વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ગાડીને પકડી પાડી છે. ત્યારબાદ પોલીસે દારૂ, ગાડી તેમજ અન્ય માલસામાન સહિત રૂા.4.11.200 નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પોલીસના જણાવ્યા પ્રમાણે શામળાજી પી.એસ.આઇ. વાય.જે.રાઠોડ બુધવારે વહેલી પરોઢે તેઓના સ્ટાફના જીતેન્દ્રભાઈ, ચંદ્રસિંહ, અભેસિંહ સાથે શામળાજીથી રતનપુર તરફના હાઈવે રોડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં અણસોલ પાસેથી પસાર થઇ રહેલી ક્લુજર ગાડી શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઉભી રખાવી હતી. ત્યારબાદ ગાડીમાં તપાસ હાથ ધરતા તેમાંથી દારૂ અને બીયરની 1551 બોટલ ટીન કિંમત રૂા.2.10.700 ની મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ગાડી તેમજ અન્ય માલસામાન સહિત કુલ રૂા.4.11.200 નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા રાજસ્થાનના પ્રકાશભાઈ રૂપલાલ ડોડાની અટકાયત કરી તેમજ ગુનામાં સામેલ સંજય નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો