તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • માનસિક અસ્થિર પુત્રે શરીરે ચપ્પાના ઘા કરતાં માતાએ પોલીસ બોલાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસિક અસ્થિર પુત્રે શરીરે ચપ્પાના ઘા કરતાં માતાએ પોલીસ બોલાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકાનમાં ભરાઇ જતાં લોખંડની જાળી તોડીને બહાર કઢાયો : પોલીસવાનનો વાયરલેસ તોડી નાખ્યો, અમદાવાદ ખસેડાયો

મહેસાણાની શિવશક્તિ સોસાયટીની ઘટના, પોલીસ દોડી

મહેસાણાનીશિવશક્તિ સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ માનસિક બીમાર પુત્રથી કંટાળી પોલીસની મદદ માંગી હતી. શરીર પર ચપ્પા વડે અસંખ્ય ઘા મારી ઘરમાં પુરાઇ રહેલા યુવાનને મકાનની લોખંડની જાળી તોડીને બહાર કાઢનાર પોલીસ તેને સારવાર માટે સિવિલમાં લઇ ગઇ હતી. જોકે, અસ્થિર યુવાનની સારવાર મેન્ટલ હોસ્પિટલમાં શક્ય હોઇ પોલીસની મદદથી તેને અમદાવાદ ખસેડાયો હતો.

મહેસાણા શહેરની શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં વૃધ્ધ માતા તેના માનસિક બીમાર પુ્ત્ર સાથે રહેતી હતી. તાજેતરમાં રસોડામાંથી છરી લઇને મકાનની બહાર ઉભા રહી મા મેલડી... મા સધી... કહીને પોતાના શરીર પર અસંખ્ય ઘા મારનાર યુવાનને બચાવવાનો સ્થાનીક રહીશોએ નિષ્ફળ પ્રયાશ કર્યો હતો. વૃધ્ધાએ બનાવની જાણ શહેર બી ડીવીજન પોલીસ મથકમાં કરતા ડ્રાઇવર પોકો. જીતેન્દ્ર કાંતિભાઇ, રત્નાભાઇ દેસાઇ, ભરત રબારી, મિતેશ રબારી સોસાયટીમા પહોચતા યુવાને મકાનનો દરવાજો બંધ કરી અંદર સંતાઇ ગયો હતો.

જોકે, જાળી તોડીને પોલીસ યુવાનને બહાર લાવતા તે કાદવના ખાડામાં પડ્યો હતો. સ્થિતિમા પણ પોલીસે સંયમ જાળવી યુવાનને ગાડીમાં બેસાડતા તેને ગાડીમાં રહેલો વાયરલેસ અને ભગવાનની મૂર્તિ તોડી નાખી હતી. લોહીલુહાણ હાલતમા યુવાનને સારવાર માટે સીવીલમા લઇ જવાયો હતો. પરંતુ તેને માનસિક બીમારી હોઇ મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ હતી. ઘટનાને પગલે ધમાચકડી મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો