કડી સર્વ વિશ્વવિદ્યાલયનો શિષ્યવૃતિ સમારોહ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી |સર્વ વિદ્યાલય કેળવણી મંડળનાં પૂર્વ ચેરમેન સ્વ.માણેકલાલ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે કડી કેમ્પસ,ગાંધીનગર ખાતે સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોના ૧૩૭૧ વિદ્યાર્થીઓને ૧.૩૨ કરોડ (એક કરોડ બત્રીસ લાખ)ની શિષ્યવૃત્તિ તથા સ્કોલરશીપ સર્વ વિદ્યાલયના દાતાઓનાં હસ્તે એનાયત કરવામાં આવી હતી.કેળવણી માટે પૂ.છગનભાથી લઇ સ્વ.માણેકલાલ પટેલ સુધીના તમામ સંસ્થાપકોએ સમાજના ઉત્થાન માટે સતત ચિંતા કરી છે, અને “કર ભલા હોગા ભલા તથા “શિક્ષણ એજ સાચી સેવા” જેવા સુત્રો સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. યુનિવર્સીટીનાં પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલે જણાવ્યું કે સંસ્થાના સંસ્થાપકોની જેમ વિદ્યાર્થીઓ પ્રગતિ કરે અમારો ઉદ્દેશ્ય છે. પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ ડૉ.રામભાઈ પટેલ, ડૉ.કનુભાઈ પટેલ, દાતાઓ તથા સર્વે મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.