તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીના ડાંગરવા જિ. પં.ની બેઠક પર 1439 મતથી ભાજપનો વિજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયતની ખાલી પડેલ ડાંગરવા બેઠક પર યોજાયેલી ચૂંટણીનું મંગળવારે સવારે 9:00 વાગ્યે ચંપાબા ટાઉનહોલમાં મતગણતરી કરાઈ હતી.દશેક વાગ્યાના સુમારે ચૂંટણી અધિકારી ઈન્ચાર્જ મામલતદાર પી.ડી.સોલંકીએ પરિણામ જાહેર કર્યું હતું. જેમાં ડાંગરવા બેઠક પર ભાજપના ઉમેદવાર ડાભી નીરૂબા દિલિપસિંહને 1439 મતે વિજેતા જાહેર કરતા ભાજપના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.ભાજપના ઉમેદવાર ડાભી નિરૂબાને 7009 અને કોંગ્રેસના ઉમેદવાર ડાભી નીતાબેનને 5570 મત મળ્યા હતા. ડાંગરવા બેઠકમાં સમાવિષ્ટ 12 ગામો પૈકી 09 ગામમાં ભાપને વધુ મત મળ્યા હતા.જેમાં નિરૂબેન વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...