• Gujarati News
  • પુત્ર સ્કૂલે ગયો તો મમ્મીની ધરપકડ

પુત્ર સ્કૂલે ગયો તો મમ્મીની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણાદેશમાં તો સામાન્ય રીતે બાળકો તબિયત ખરાબ હોવા કે પછી મન નહીં હોવાને કારણે સ્કૂલ જતાં નથી અને તેના માટે બાળકોનાં માતા-પિતાની ધરપકડ પણ કરવામાં આવતી નથી, પરંતુ અમેરિકાના જ્યોર્જિયામાં આવું થાય છે. ત્યાં એક માતાને માત્ર એટલા માટે હાથકડી પહેરાવી દેવામાં આવી કારણ કે તેમનો પુત્ર જણાવ્યા વગર સ્કૂલમાં ગેરહાજર રહ્યો હતો. જ્યોર્જિયાના સિલ્વેનિયા શહેરનો કિસ્સો છે. અહીં રહેતાં જૂલી જાઇલ્સનો 10 વર્ષનો પુત્ર છે. તેનું નામ સેમ્યુઅલ છે અને તે ચોથા ધોરણમાં ભણે છે. ગત 10મી મેના રોજ સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તરફથી જૂલીને એક નોટિસ મળી. નોટિસમાં લખ્યું હતું કે તમે તમારા પુત્ર સેમ્યુઅલને વર્ષે જણાવ્યા વગર 12 દિવસ સ્કૂલ મોકલ્યો નથી. સ્ક્રીવન કાઉન્ટીના નિયમો હેઠળ તેના માટે તમારી ધરપકડ થશે. નોટિસથી પરેશાન જૂલી નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યાં. ત્યાં તેમને જણાવવામાં આવ્યું કે નિયમો મુજબ તમારો પુત્ર વર્ષમાં માત્ર ત્રણ વાર કારણ બતાવ્યા વગર રજા લઇ શકે છે. તેનાથી વધુ રજા લેવા બદલ પેરેન્ટ્સને સજા થશે. જૂલીએ પોલીસને જણાવ્યું કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સેમ્યુઅલની તબિયત બગડી હતી. ત્રણ દિવસનું મેડિકલ સર્ટિફિકેટ સ્કૂલને મોકલ્યું હતું પરંતુ ત્રણ દિવસ પછી પણ તેની તબિયત સારી થઇ હતી. અન્ય બાળકોમાં ઇન્ફેક્શન ફેલાય તેના માટે તેને સ્કૂલે મોકલ્યો. સાથે બહુ મોંઘું હોવાથી ફરી મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યું પરંતુ પોલીસે જૂલીનું કશું સાંભળ્યું અને ધરપકડ કરીને કેસ નોંધી લીધો. એક દિવસ પછી જૂલી જામીન પર મુક્ત થયાં. તેમણે 14મી મેના રોજ ફેસબુક પર પોતાની આપવીતી બતાવી. સંજોગવસાત બીજા દિવસે 15મી મેના રોજ સારા વ્યવહાર અને સાથી વિદ્યાર્થીઓની મદદ કરવા બદલ સેમ્યુઅલને ‘સ્ટુડેન્ટ ઓફ મંથ’નો એવોર્ડ મળ્યો. માહિતી પણ તેમણે ફેસબુક પર મૂકી. લખ્યું - ગેરહાજરીના વિવાદ પહેલાં એપ્રિલમાં ડિસ્ટ્રિક્ટ સમિતિએ સેમ્યુઅલને એવોર્ડ માટે પસંદ કર્યો હતો. મારા ઉછેરમાં કોઇ ઊણપ હોત તો કદાચ એવોર્ડ સેમ્યુઅલને મળ્યો હોત. ત્યાર પછી જ્યોર્જિયાના નેશનલ પેરેન્ટ્સ એસોસિએશન તેમના સમર્થનમાં આવી ગયું છે.





અને વહીવટીતંત્ર સામે કેસ લડવામાં આર્થિક મદદ કરી રહ્યું છે. મામલો કોર્ટમાં છે અને જુલાઇમાં ચુકાદો આવશે.

જૂલી જાઇલ્સ અને તેમનો પુત્ર સેમ્યુઅલ જાઇલ્સ

ભાસ્કર વિશેષ