કડીમાથી13 જુગારીયા 41 હજારની મત્તા સાથે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમારવિવારે બપોરે થોળ રોડ સ્થિત દશા માતાજી મંદિર પાછળ રીંગરોડ પરના નેળીયામા કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી પાંચ જુગારીયાઓને રૂ.15140 ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

જ્યારે કરણનગર રોડ પરથી ચાર જુગારીયાઓને રૂ.5290 ની મત્તા સાથે ઝડપી લીધી અને રાત્રે શહેરના કસ્બા સ્થિત શીતલ પાર્ક સોસાયટી નજીક ચાર જુગારીયાઓને રૂ.20,740 ની મત્તા સાથે ઝડપી લીધા હતા. પોલીસે 13 જુગારીયાઓ જેમા દોલાણી ઈકબાલખાન, દોલાણી ઈલીયાસખાન, શેખ યાકુબભાઈ,મલેક ફોજાન અલીમહંમદ, પટેલ અજીત, મહેતા હાર્દિક, પ્રજાપતિ શૈલેશ,પટેલ નવીનભાઈ, પટેલ ધવલ,પટેલ હિતેશ , પટેલ વિષ્ણુભાઈ,પટેલ અમિત,જોષી મુકેશભાઈ પાસેથી .41,170 ની મત્તા હેઠળ ઝડપી લીધા હતી. જુગારધારા હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...