• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પતિ સંતાનોને મારતો જેથી કંટાળી મહિલો પિયર ચાલી ગઇ, દંપતિ વચ્ચે સમાધાન

પતિ સંતાનોને મારતો જેથી કંટાળી મહિલો પિયર ચાલી ગઇ, દંપતિ વચ્ચે સમાધાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોકરીએથીપરત ફરતા સંતાનોને મારમારતા પતિથી કંટાળી મહિલાએ પિયરની વાટ પકડી હતી. અભ્યાસ સહિતના મુદ્દે પૌત્રોએ કરેલા દબાણ વચ્ચે આખરે નાનીએ સમગ્ર મામલો હાથમા લઇ મહિલા પોલીસ સ્ટેશનની મદદથી પુત્રીનું તુટતુ લગ્નજીવન બચાવવામા સફળ રહ્યા હતા.

મોટીદાઉમાં 20 વર્ષ પૂર્વે પરણાવેલ મહિલાના લગ્નજીવન વચ્ચે પતિનો સ્વભાવ વિલન બન્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી બિમારીનો ભોગ બનેલા પતિ નોકરીએથી આવતાની સાથે નજીવી બાબતે સંતાનો સાથે બોલાચાલી કરી મારમારતા હોવાથી મહિલાએ વિરોધ કર્યો હતો.કેટલીક વખત પતિ સંતાનોનું ગળુ દબાવી દેતો તો ક્યારેક માથમા પથ્થર મારતો.રોજબરોજના ત્રાસથી કંટાળી મહિલા સંતાનોને લઇને પિયર રહેવા ચાલી ગઇ હતી. પરંતુ અભ્યાસ બગડવા સહિતના મુદ્દે બન્ને બાળકોએ નાનીને ફરિયાદ કરી માતા-પિતા વચ્ચે સમાધાન કરાવવા દબાણ કર્યુ હતું.જેને પગલે 60 વર્ષના વૃધ્ધાએ મહિલા પોલીસને મધ્યસ્થી બનાવી હતી.