તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટો બંધ તો રસ્તાય બંધ કોંગ્રેસે ટાયરો સળગાવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રદથયેલી નોટોને કારણે સામાન્ય લોકોને પડતી હાલાકીને વાચા આપવા શુક્રવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં કોંગ્રેસીઓએ મહેસાણાના મોઢેરા રોડ, મોટીદાઉ, ભાન્ડુ, ઉનાવા સહિતના માર્ગો પર ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. પોલીસે વિવિધ સ્થળેથી કુલ 34 આગેવાનોની અટકાયત કરી હતી.

કોંગ્રેસીઓએ આપેલા ચક્કાજામના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા તમામ ચોકડીઓ પર ચાંપતો પોલીસ બદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં બપોરે 11 કલાક બાદ મોટીદાઉ અને ઉનાવા રોડ વચ્ચે પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ, જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ ઝાલા, તાલુકા પં.પ્રમુખ ભાવેશ સહિતના આગેવાનોએ ઝાડના થડ માર્ગ પર નાખી બંને બાજુથી અાવતા વાહનો અટકાવી ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા હતા. અત્રે દોડી ગયેલી પોલીસે 10 જણાની અટકાયત કરી માર્ગો ખુલ્લા કર્યા હતા. અત્રેથી છટકેલા કોંગ્રેસીઓ મોઢેરા ચોકડી પહોચ્યા હતા. જ્યાં પોલીસની છતી હાજરીએ પોતાની ગાડીઓ વચ્ચે પાર્ક કરી માર્ગ પર સૂઇ જઇ ભાજપ અને મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં 25 મીનીટ બાદ પહોંચેલા પોલીસ કાફલાએ 24 કાર્યકરોની બળપૂર્વક અટકાયત કરી પોલીસવાનમાં હેડ ક્વાર્ટર લઇ જવાયા હતા. જ્યાં 2 કલાક બાદ મુક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શહેરમાં ધમાચકડી રહી હતી.

ચક્કાજામ કાર્યક્રમને પગલે સવારથી મહેસાણાથી ઊંઝા હાઇવે પર પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. જેને કારણે કોંગ્રેસીઓ ઇચ્છે તો પણ આક્રમક કાર્યક્રમ આપી શકે તેમ હતા. આમ છતાં અગાઉથી ઘડેલા પ્લાન મુજબ ટ્રેકટરો ભરીને સંતાડી રાખેલા ઝાડના થડ રોડ પર નાખી વાહનો અટકાવી રોડ પર સૂઇ ગયા તો ક્યાંક ટાયરો સળગાવ્યા હતા.

રસ્તા ઉપર સૂઇ ગયા, લ્યો હવે જાવ...

મહેસાણામાં રાજકીય રોટલો શેકવા તડાપીટ : આજે બાઇકરેલી

અન્ય સમાચારો પણ છે...