તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં દલિત વકી્લનો આત્મવિલોપનનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆજે દલિત સંમેલન અને એડવોકેટ નવચેતન પરમારે આપેલી આત્મ વિલોપનની ચિમકીના પગલે સવારથી ઉપવાસી છાવણી આસપાસ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બપોરબાદ એડવોકેટ પરમારે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસે દોડી આવી હતી અને કેરોસીનની બોટલ આંચકી લીધી હતી અને તેમને સરકારી હોસ્પિટલે ખસેડી અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી. અહી દલિત સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉપવાસ આંદોલન શરૂ હોય આજથી 46 જેટલા દલિતોએ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતા. અને કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી હતી.

દલિત એડવોકેટ નવચેતન પરમાર દ્વારા આત્મ વિલોપનની ચિમકી આપી હોય જેને પગલે સવારથી વહિવટી તંત્ર સાબદુ બની ગયુ હતુ અને કલેકટર કચેરીના પટાંગણમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. અહી ફાયર ફાઇટર, 108 સહિતની ટુકડીઓ સાબદી રાખવામા આવી હતી.

કેરોસીન છાંટતા પોલીસે અટકાયત કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો