તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કડી દેત્રોજ રોડ પરના કામમાં વેઠ ઉતરાતાં પાલિકાએ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી-દેત્રોજ રોડ પરના કામમાં વેઠ ઉતરાતાં પાલિકાએ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી-દેત્રોજ રોડ પર GUDC દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે કરાયેલ ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા માટી પુરાણમાં વેઠ વાળતા પાંચ ઇંચ વરસાદમાં રોડ પર ભુવાઓ પડી જતા બિસ્માર અને ભયજનક માર્ગને લઇ સ્થાનીક રહીશો ત્રાહીમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે પાલિકાએ GUDCને નોટિસ ફટકારી માર્ગને સમારકામ કરવા જણાવ્યુ હતું.

શહેરના દેત્રોજ રોડ ઉપર રાજ્ય સરકાર દ્વારા લાખોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનુ કામ મંજૂર કરાયુ છે. GUDC વિભાગે ભૂગર્ભ ગટર યોજનાનુ કામ કેવડીયા કોન્ટ્રાક્ટર દ્વારા ગત ફેબ્રુઆરીમાં શરૂ કરાયુ હતું. રોડને છેડેથી 2.5 મીટર તોડવાની મંજુરી પીડબ્યુડી વિભાગે GUDC ને આપી હતી તેમ છતા કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું કામ કરતા એક તરફનો 8 મીટર જેટલો રોડ તોડી 20-20 મીટર ઊંડી ખાડા ખોદી માત્ર ચકલીના ..અનુસંધાન8 પર

કડી-દેત્રોજ રોડ

નળજેટલા પાઇપ નાખ ભૂગર્ભ ગટર યોજનાનુ કામ પુરૂ કરી નાંખ્યુ હતું. હાલમાં કડીમાં માત્ર 5 ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે આટલા વરસાદમાં GUDCના કોન્ટ્રાક્ટરે વેઠ વાળીને માટી પુરાણ કરી દીધુ હોવાથી એક તરફનો માર્ગ સંપૂર્ણ બિસ્માર હાલતમાં હોઇ સ્થાનીક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેમજ રોડ પર ભુવાઓ પડી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે માર્ગ ભયજનક બની ગયો છે. ત્યારે પાલિકાએ નાગરીકોની રજૂઆતને પગલે GUDCને નોટીસ ફટકારી રોડને કાર્યરત કરવા જણાવ્યુ છે. જે અંગે પાલિકાના ઓવરશીયર મહેશ પરમારે જણાવ્યુ હતું કે, ભૂગર્ભ ગટર લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે માટી પુરાણ વ્યવસ્થીત કરતા રોડ ભયજનક અને બિસ્માર થઇ ગયો છે અને કોન્ટ્રાક્ટરને નોટીસ આપી જલ્દીથી પોતાનુ કામ પુરૂ કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો